IPL સીઝન-12માં રાજસ્થાન રૉયલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. આંજિક્ય રહાણેની કેપ્ટનશિપમાં આ સીઝનમાં રાજસ્થાનની ટીમે 8 મેચમાંથી 2 મેચ જ જીતી હતી, ત્યારબાદ આંજિક્ય રહાણેને કેપ્ટનશિપમાંથી હટાવીને સ્ટીવ સ્મિથને કેપ્ટનશિપ સોંપવામાં આવી, પરંતુ હવે સમાચાર છે કે 30 એપ્રિલનાં રોજ સ્ટીવ સ્મિથ ઑસ્ટ્રેલિયા પરત જશે. રાજસ્થાન માટે આ મોટા ફટકા સમાન હશે. સ્ટીવ સ્મિથે 3 મેચોમાંથી 2 મેચોમાં જીત અપાવી છે. ગુરૂવારનાં કેકેઆર સામે રાજસ્થાનનો 3 વિકેટે શાનદાર વિજય થયો.

મેચ બાદ સ્મિથે કહ્યું કે, “હું અહીં 13 મેચો માટે છું, ત્યારબાદ વિશ્વ કપની તૈયારી માટે સ્વદેશ પરત ફરીશ, પરંતુ જ્યાં સુધી છું, ટીમ માટે જે પણ કરવા માટે સક્ષમ છું કરવાનો પ્રયાસ કરીશ.” ઉલ્લેખનીય છે કે ગુરૂવારનાં આઈપીએલ સીઝન-12નો 43મો મુકાબલો રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાશે. આ મેચમાં કોલકાતાને એકવાર ફરી હારનો સામનો કરવો પડ્યો. કોલકાતાનો સતત છઠ્ઠો પરાજય થયો. કોલકાતાનાં કેપ્ટન દિનેશ કાર્તિકે આ દરમિયાન શાનદાર બેટિંગ કરતા 97 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દ્વારા કાર્તિકે આઈપીએલમાં પોતાનો બેસ્ટ સ્કોર પણ બનાવ્યો.

દિનેશ કાર્તિકે 50 બૉલમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. કોલકાતાને આ મેચમાં 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાને 4 બૉલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન રૉયલ્સનાં કેપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા કોલકાતાની ટીમે 6 વિકેટ ખોઈને 175 રન બનાવ્યા હતા. જવાબમાં રમવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 19.2 ઑવરમાં લક્ષ્ય પાર પાડ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજસ્થાનની ટીમને મોટો ફટકો, ટીમને છોડીને ઑસ્ટ્રેલિયા જશે સ્ટીવ સ્મિથ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/steve-smith-will-go-to-australia/
via Best Gujarati News