વર્લ્ડકપ-2019 માટે ICCએ પસંદ કર્યા અમ્પાયરો અને મેચ રેફરી, જાણો તેમના નામનું લિસ્ટ
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર વર્લ્ડકપ માટે 16 અમ્પાયર અને 6 મેચ રેફરીના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. અમ્પાયરોમાં ભારતના એસ.રવિનું નામ પણ તેમાં સમાવેશ થઇ ગયો છે. 45 દિવસો (30 મેથી 14 જુલાઇ સુધી)ના આ ક્રિકેટ મહાકુંભમાં દુનિયાની ટોચની 10 ટીમો એવોર્ડ જીતવા માટે હોડમાં ઉતરી છે. ટૂનાર્મેન્ટમાં કુલ 48 મેચ રમાડવામાં આવશે.
ઓવલમાં મેજબાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ઉદ્ધાટન મેચનું સંચાલન ત્રણ વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય કરશે. જેમાં મેચ રેફડી ડેવિડ બૂન હશે, તે એલન બોર્ડરની આગેવાનવાળી ઓસ્ટ્રેલિયન ટીમના સભ્ય છે. આ ટીમે 1987માં પોતાનો પહેલો વર્લ્ડકપ જીત્યો હતો.
ઓપનિંગ મેચમાં કુમાર ધર્મસેના ઓન-ફીલ્ડ અમ્પાયરોમાંથી એક હશે, જ્યારે પોલ રીફેલ થર્ડ અમ્પાયરની ભૂમિકા નિભાવશે. ધર્મસેના 1996ની અર્જુન રણતુંગાની ચેમ્પિયન શ્રીલંકાઇ ટીમમાં સામેલ હતા. રીફેલ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વોની તે ટીમમાં હતા, જેમણે 1999નો વર્લ્ડકપ જીત્યો હતો. બ્રૂસ ઓક્સનફોર્ડ બીજા ઓન-ફીલ્ડ અમ્પાયર હશે. સાથે જોઅલ વિલ્સન મેચ માટે ચોથા અધિકારી હશે.
મેચ રેફરી: ક્રિસ બ્રોડ, ડેવિડ બ્રૂન, એન્ડી પાયક્રોફ્ટ, જેફ ક્રો, રંજન મદુગલ, રિચી રિચર્ડસન
અમ્પાયરો: અલીમ ડાર, કુમાર ધર્મસેના, એમ. ઈરાસમસ, ક્રિસ ગફાને, ઈયાન ગોલ્ડ, રિચર્ડ ઈલિંગવર્થ, રિચર્ડ કેટલબોરો, નાઇજલ લૉન્ગ, બ્રૂસ ઓક્સેનફોર્ડ, સુંદરમ રવિ, પોલ રીફેલ, રોડ ટકર, જોઅલ વિલ્સન, માઇકલ ગફ, રૂચિરા પલ્લિયાગુરૂગે, પોલ વિલ્સન
સૌથી અનુભવી મેચ રેફરી મદુગલ પોતાનો છઠ્ઠો વર્લ્ડકપમાં ભાગ લઇ રહ્યા છે, જ્યારે બ્રોડ અને ક્રોકે માટે ચોથો વર્લ્ડકપ હશે. ડાર પોતાનો પાંચમો વર્લ્ડકપમાં અમ્પાયરિંગ કરશે. ગોલ્ડ માટે ચોથો અને છેલ્લો વર્લ્ડકપ હશે. તેમણે ટૂર્નામેન્ટ બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 1983ના વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડના વિકેટકિપર રહેલા 61 વર્ષના ગોલ્ડે અત્યાર સુધી 74 ટેસ્ટ, 135 વનડે આંતરરાષ્ટ્રીય અને 37 ટી-20 મેચમાં પોતાનું યોગદાન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડકપ-2019 માટે ICCએ પસંદ કર્યા અમ્પાયરો અને મેચ રેફરી, જાણો તેમના નામનું લિસ્ટ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/match-officials-for-icc-mens-cricket-world-cup-2019-announced/
via Best Gujarati News
0 Comments