ઈ-કોમર્સ વેબસાઈટ Amazon પર ચોથી મેથી Summer Sale 2019ની શરૂઆત થશે. આ દરમિયાન તમે આ સેલમાં સ્માર્ટફોન, કેમેરા, ઓડિયો પ્રોડક્ટ, સ્માર્ટવોચ અને લેપટોપ સહિત બીજી પ્રોડ્ક્ટસ પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકો છો. આ સાથે આ સેલમાં SBI ડેબીટ ક્રેડિટ કાર્ડ પર 10 ટકા તાત્કાલીક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Amazonને આ સેલમાં OnePlus, Apple, Samsung, Realme, OPPO અને Xiaomi જેવી દિગ્ગજ કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. સેલ દરમિયાન Amazon ઈકો ડિવાઈસ, ફાયર ટીવી સ્ટિક, કિંડલ ઈ બુક રીડર પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Amazon Prime મેમ્બર્સ માટે વહેલો સેલ શરૂ થશે

દરેક વખતની જેમ આ વખતે પણ Amazon Prime મેમ્બર્સ માટે 3 મે બપોરથી આ સેલની શરૂઆત થઈ જશે. આ સેલ 7 મે સુધી ચાલશે. યૂઝર્સને ડેબીટ કાર્ડ પર EMI સુવિધા મળશે.

મોબાઈલ અને એસેસરીઝ પર મળશે આ ઓફર્સ

મોબાઈલ અને એસેસરીઝ પર 40 ટકા છુટ મળશે. OnePlus 6T, Redmi Y3, Realme U1 અને Samsung Galaxy M20 પર આ ઓફરનો લાભ આપવામાં આવશે. કેમેરા સેગમેન્ટની વાત કરીએ તો યૂઝર્સને 35 ટકાની છુટ, હેડફોન અને સ્પીકર્સ પર 60 ટકાની છુટ અને લેપટોપ પર 32,000 રૂપિયાની છુટ આપવામાં આવશે. કિચન સામગ્રી માટે 35થી 70 ટકા અને ટીવીમાં 60 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

હેડફોન્સ 349 રૂપિયાની શરૂઆતની કિંમતે લેપટોપ અને ટેબલેટ એસેસરીઝ 199માં અને મેમરી કાર્ડ તેમજ પેન ડ્રાઈવ 179ની કિંમતમાં ખરીદી શકાશે. તો તમે પણ આ ઓફરનો લાભ લો અને ખરીદી કરો તમારી જરૂરિયાતની વસ્તુઓનો કેમકે આ Amazon Summer Saleમાં મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Amazon Summer Saleમાં નવો સ્માર્ટફોન ખરીદશો તો મળશે આ ફાયદો appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/amazon-summer-sale-know-offers-deals-and-discounts/
via Best Gujarati News