CSKvsMI: ટૉસ જીતીને ચેન્નાઈએ પસંદ કરી બૉલિંગ, આજે નહીં રમે ધોની
ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે IPL સીઝન-12ની 44મી મેચ ચેન્નઈનાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નઈનો પ્રયત્ન મુંબઈ સામે મળેલી હારનો બદલો લેવાનો રહેશે. ચેન્નઈ 11 મેચોમાં 8 જીત અનં 16 અંક સાથે પ્લેઑફ માટે ક્વોલિફાઈ કરી ચુકી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના વિજયરથને આગળ ધપાવવા ઇચ્છશે. બીજી તરફ મુંબઈની ટીમ 12 અંક સાથે ત્રીજા સ્થાને છે અને તેને શીર્ષ 4માં રહેવા માટે ઓછામાં ઓછી 2 જીત મેળવવી જરૂરી છે.
ચેન્નઈએ ચેપૉકમાં 5 મેચ રમી છે અને તેને બધી મેચોમાં જીત મળી છે. જો બંને ટીમોની વચ્ચેની વાત કરવામાં આવે તો બંને વચ્ચે કુલ 27 મેચ રમાઈ છે જેમાંથી મુંબઈને 15 અને ચેન્નઈને 12 મેચોમાં વિજય મળ્યો છે. ચેન્નઈએ પોતાના આ પહેલાની મેચમાં હૈદરાબાદને હરાવ્યું હતુ. આ મેચમાં ચેન્નઈનાં ઑપનિંગ બેટ્સમેન શેન વૉટ્સને શાનદાર બેટિંગ કરી હતી. તેણે 53 બૉલમાં 96 રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post CSKvsMI: ટૉસ જીતીને ચેન્નાઈએ પસંદ કરી બૉલિંગ, આજે નહીં રમે ધોની appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/csk-opt-to-bowl-against-mi/
via Best Gujarati News
0 Comments