મુંબઈએ ચેન્નઈને 46 રને ચખાડ્યો પરાજય, રોહિતે IPL-12માં મારી પ્રથમ અડધી સદી
IPLની આજે 44મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ટકરાઈ. ચેન્નઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગમાં આવેલા મુંબઈએ 20 ઑવરમાં 4 વિકેટે 155 રન બનાવ્યા. આસાન જણાવાતા આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમની શરૂઆત ખરાબ રહી અને તેણે 66 રનમાં જ પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી અને સંપૂર્ણ ટીમ 109 રનમાં ઑલઆઉટ થઇ ગઇ હતી. આ પહેલા મુંબઈ તરફથી રોહિત શર્માએ 67, ઇવિન લુઇસે 32 અને હાર્દિક પંડ્યાએ 23 રન ફટકાર્યા હતા.
.@mipaltan do the double over arch rivals CSK to win by 46 runs at Chepauk
#CSKvMI #VIVOIPL pic.twitter.com/aDbm5nlCBp
— IndianPremierLeague (@IPL) April 26, 2019
ચેન્નઈ તરફથી સેન્ટનરે 2 અને ઇમરાન તાહિર અને દીપક ચહરે 1-1 વિકેટ ઝડપી હતી. 156 રનનાં પડકારનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમ 17 ઑવરમાં 109 રન પર ઑલઆઉટ થઇ ગઇ હતી. મુંબઈ તરફથી ફરી એકવાર લસિથ મલિંગાએ શાનદાર બૉલિંગ કરી હતી. લસિથ મલિંગાએ 3.4 ઑવરમાં 37 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય કૃણાલ પંડ્યા અને જસપ્રિત બુમરાહે 2-2 અને અનુકુલ રોય અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.
FIFTY!
A well made half-century for @ImRo45. This is his first this season
pic.twitter.com/PdKP98qina
— IndianPremierLeague (@IPL) April 26, 2019
ઉલ્લેખનીય છે કે ચાલી રહેલી IPL સીઝનમાં રોહિત શર્માએ પોતાની પહેલી અડધી સદી નોંધાવી છે. આ જીત સાથે મુંબઈ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગયું છે. ચેન્નઈ 16 અંક સાથે પહેલા નંબરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મુંબઈએ ચેન્નઈને 46 રને ચખાડ્યો પરાજય, રોહિતે IPL-12માં મારી પ્રથમ અડધી સદી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/mumbai-indians-beat-chennai-super-kings-by-46-runs/
via Best Gujarati News


0 Comments