વુહાન :

ભારતીય સ્ટાર શટલર સાઇના નેહવાલ, પીવી સિંધુ તથા સમીર વર્મા પોતપોતાના મુકાબલા હારી જતાં એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો. વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સાતમી ક્રમાંકિત સાઇના નેહવાલને જાપાનીઝ ખેલાડી અકાને યામાગુચીએ પરાજય આપ્યો હતો. ત્રીજી ક્રમાંકિત યામાગુચીએ મુકાબલાને ૨૧-૧૩, ૨૧-૨૩, ૨૧-૧૬થી જીતી લીધી હતો. બીજી તરફ વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત પીવી સિંધુને તેના કરતાં ૧૧ ક્રમાંકિત પાછળ રહેલી ચાઇનીઝ શટલર કેઇ યાનયાન સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. યાનયાને આ મુકાબલો૨૧-૧૯, ૨૧-૯થી જીતીને સેમિ.માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

મેન્સ સિંગલ્સમાં સમીર પણ પરાસ્ત

સમીર વર્માને ક્વાર્ટરમાં બીજા ક્રમાંકિત ચીનની શી યૂકીએ હરાવ્યો હતો. ચાઇનીઝ ખેલાડીએ ૩૬ મિનિટમાં સમીરને ૨૧-૧૦, ૨૧-૧૨થી હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો. યૂકી આ સાથે સમીર સામેનો પોતાનો રેકોર્ડ ૫-૧નો કર્યો છે.

યામાગુચી સામે સાઇનાનો આઠમો પરાજય

સાઇનાનો યામાગુચી સામે એક કલાક નવ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં પરાજય થયો હતો. વિશ્વની નવમી ક્રમાંકિત સાઇનાને ચોથી ક્રમાંકિત યામાગુચીએ આઠમી વખત પરાજય આપ્યો છે. સાઇના તેની આ હરીફ ખેલાડી સામે માત્ર બે મેચ જીતી શકી છે. પ્રથમ ગેમ ૧૩-૨૧થી હાર્યા બાદ સાઇનાએ બીજી ગેમમાં વળતી લડત આપીને ૨૩-૨૧થી જીતીને મેચ નિર્ણાયક ગેમમાં ખેંચી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં સાઇના  પોતાની રિધમને જાળવી શકી નહોતી અને તેને યામાગુચી ૨૧-૧૬થી હરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાઇના, સિંધુના અભિયાન પર પૂર્ણવિરામ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/saina-sindhu-campaign-5/
via Best Gujarati News