। બેઇજિંગ ।

૧૬ વર્ષીય ભારતીય શૂટર દિવ્યાંશસિંહ પંવારે ચીનની રાજધાની બેઇજિંગ ખાતે ચાલી રહેલા આઇએસએસએફ વર્લ્ડ કપની ૧૦ મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે ૨૦૨૦માં ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય પણ કરી લીધું છે. દિવ્યાંશ ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કરનાર ચોથો ભારતીય શૂટર છે. આ પહેલાં અંજુમ મૌદગિલ, અપૂર્વી ચંદેલા તથા સૌરભ ચૌધરી પણ ઓલિમ્પિકની ટિકિટ મેળવી ચૂક્યા છે. અંજુમ અને અપૂર્વીએ વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલ, સૌરભે મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ કેટેગરીમાં ઓલિમ્પિકનો ક્વોટા મેળવ્યો હતો. દિવ્યાંશ ૦.૪ પોઇન્ટના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. તેણે ફાઇનલમાં ૨૪૯ પોઇન્ટ મેળવ્યા હતા. ગોલ્ડ મેડલ જીતનાર ચીનના હુઇ જિચેંગે ૨૪૯.૪ પોઇન્ટ મેળવ્યા હતા. દિવ્યાંશે આ વર્લ્ડ કપમાં બીજો મેડલ મેળવ્યો છે. આ પહેલાં તેણે ગુરુવારે અંજુમ મૌદગિલ સાથે ૧૦ મીટર એર રાઇફલ મિક્સ ટીમઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારત મેડલ ટેલિમાં ટોચના ક્રમે

શૂટિંગ વર્લ્ડ કપમાં ભારત હવે બે ગોલ્ડ સાથે કુલ ૩ મેડલ મેળવીને મેડલ્સની યાદીમાં મોખરાના સ્થાને છે. રશિયા એક ગોલ્ડ સાથે છ મેડલ મેળવીને બીજા ક્રમે છે. યજમાન ચીને અત્યાર સુધી એક ગોલ્ડ સાથે ચાર મેડલ્સ જીત્યા છે અને તે યાદીમાં ત્રીજા ક્રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૧૬ વર્ષીય દિવ્યાંશ ૦.૪ પોઇન્ટથી ગોલ્ડ ચૂક્યો છતાં ઓલિમ્પિકની ટિકિટ મેળવી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/16-year-old-day-0-4-poi/
via Best Gujarati News