૧૬ અમ્પાયર્સમાં રવિ એકમાત્ર ભારતીય
નવી દિલ્હી :
આઇસીસીએ ઇંગ્લેન્ડ ખાતે રમાનારા વર્લ્ડ કપ માટે ૨૨ મેચ ઓફિશિયલ્સની યાદી જાહેર કરી દીધી છે. તેમાં ૧૬ અમ્પાયર તથા છ મેચ રેફરી સામેલ છે. અમ્પાયર્સની યાદીમાં એસ. રવિ એકમાત્ર ભારતીય અમ્પાયર છે. અત્યાર સુધી રવિએ ૩૩ ટેસ્ટ, ૪૨ વન-ડે તથા ૧૮ ટી૨૦ મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. ૧૨મો વર્લ્ડ કપ ૩૦મી મેચથી ૧૪મી જુલાઇ સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. રવિ તાજેતરમાં આઇપીએલની એક મેચ દરમિયાન વિવાદમાં ફસાયા હતા. મુંબઇ અને બેંગ્લોરની મેચમાં તેમણે લસિત મલિંગાના છેલ્લા બોલને નો-બોલ જાહેર કર્યો નહોતો. આ કારણથી બેંગ્લોરના વિરાટ કોહલી તથા મુંબઇના રોહિત શર્માએ પણ નિરાશા વ્યક્ત કરી હતી. કોહલીએ એવું પણ સ્ટેટમેન્ટ કર્યું હતું કે અમે ક્લબ કક્ષાની મેચો નહીં પરંતુ આઇપીએલ રમીએ છીએ.
ઉદ્દઘાટન મેચ ઇંગ્લેન્ડ અને આફ્રિકા વચ્ચે
વર્લ્ડ કપનો પ્રારંભિક મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ધ ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ડેવિડ બૂન મેચ રેફરી રહેશે. શ્રીલંકાનો કુમાર ધર્મસેના તથા ઓસ્ટ્રેલિયાના બ્રૂસ ઓક્સનફોર્ડ ગ્રાઉન્ડ અમ્પાયર રહેશે. ઓસ્ટ્રેલિયાનો પોલ રફેલ થર્ડ તથા વેસ્ટ ઇન્ડીઝનો જોએ વિલ્સન ફોર્થ અમ્પાયર રહેશે.
બ્રોડ અને જૈફ ક્રો ચોથી વખત મેચ રેફરી રહેશે : શ્રીલંકાના રંજન મદુગલ્લે છઠ્ઠી વખત વર્લ્ડ કપમાં મેચ રેફરીની ભૂમિકા અદા કરશે. ઇંગ્લેન્ડનો ક્રિસ બ્રોડ તથા ન્યૂઝીલેન્ડનો જૈફ ક્રો ચોથી વખત વર્લ્ડ કપમાં મેચ રેફરી રહેશે. અમ્પાયર્સમાં પાકિસ્તાનના અલિમ દારનો પાંચમો તથા ઇંગ્લેન્ડના ઇયાન ગુલ્ડનો ચોથો વર્લ્ડ કપ રહેશે.
ઇયાન ગુલ્ડ ઇંગ્લેન્ડના વિકેટકીપર હતા
ગુલ્ડનો આ છેલ્લો વર્લ્ડ કપ રહેશે. તે આઇસીસીની મેજર ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિ જાહેર કરશે. ૬૧ વર્ષીય ગુલ્ડે અત્યાર સુધી ૭૪ ટેસ્ટ, ૧૩૫ વન-ડે તથા ૩૭ ટી૨૦ મુકાબલામાં અમ્પાયરિંગ કર્યું હતું. તે ૧૯૮૩ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમના વિકેટકીપર હતા.
ઇંગ્લેન્ડના સર્વાધિક પાંચ અમ્પાયર
એસ. રવિ (ભારત), અલીમ દાર (પાકિસ્તાન), કુમાર ધર્મસેના (શ્રીલંકા), મરાઇસ ઇરાસમુસ (સાઉથ આફ્રિકા), ક્રિસ ગેફને (ન્યૂઝીલેન્ડ), ઇયાન ગુલ્ડ (ઇંગ્લેન્ડ), રિચાર્ડ ઇલિંગવર્થ (ઇંગ્લેન્ડ), રિચાર્ડ કેટલબરો (ઇંગ્લેન્ડ), નાઇજલ લોંગ (ઇંગ્લેન્ડ), બ્રૂસ ઓક્સનફોર્ડ (ઓસ્ટ્રેલિયા), પોલ રફેલ (ઓસ્ટ્રેલિયા), રોડ ટકર (ઓસ્ટ્રેલિયા), જોએલ વિલ્સન (વિન્ડીઝ), માઇકલ ગફ (ઇંગ્લેન્ડ), રૂચિરા પાલિયાગુરુગે (શ્રીલંકા), પોલ વિલ્સન (ઓસ્ટ્રેલિયા).
લીગ રાઉન્ડ બાદ સેમિ.ના અમ્પાયર જાહેર કરાશે
તમામ ટીમો વચ્ચેના લીગ રાઉન્ડ તબક્કાના પૂરા થયા બાદ સેમિફાઇનલ માટે આઇસીસી અમ્પાયર્સના નામની જાહેરાત કરશે. આ રીતે જ સેમિફાઇનલ પૂરી થયા બાદ ફાઇનલ માટેના અમ્પાયર્સના નામ જાહેર કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૧૬ અમ્પાયર્સમાં રવિ એકમાત્ર ભારતીય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/16-umpire-ravi-unit/
via Best Gujarati News
0 Comments