હિટમેન રોહિત શર્માનો IPLમાં જલવો, અનોખો રેકોર્ડ બનાવતા ધોની-પઠાણ પણ રહી ગયા પાછળ
રોહિત શર્માની કેપ્ટનશીપ ઇનિંગ્સ અને લસિથ મલિાંગના નેતૃત્વમાં બોલર્સના શાનદાર પ્રદર્શનના લીધે મુંબઇ ઇન્ડિયન્સ (MI) એ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ને તેના ઘરમાં જ હારનો સ્વાદ ચખાડી દીધો. 46 રનોથી જીત નોંધાવી ચેપોકમાં ચેન્નાઇના વિજય રથને રોકવામાં સફળતા મળી. ચેન્નાઇની ચેપોક પર સાત જીત બાદ પહેલી હાર હતી. તેણે 22મી એપ્રિલ, 2013ના રોજ પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ બીજી મેચ ગુમાવી.
તેની સાથે જ મુંબઇ એ આઇપીએલ-2019ના પ્લેઓફમાં પહોંચવાની તરફ મજબૂત પગલું ભર્યું. ચેન્નાઇની આ 12 મેચોમાં ચોથી હાર છે, પરંતુ ટેબલ પોઇન્ટમાં હજુ પણ 16 અંક સાથે ટોચના સ્થાન પર છે. મુંબઇની 11 મેચોમાં 7મી જીત છે અને તે 14 અંકની સાથે બીજા નંબર પર પહોંચી ગઇ છે.
શુક્રવારના રોજ રોહિતે 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 67 રન બનાવ્યા, જે તેની આઈપીએલ 2019માં પહેલી અડધી સદી છે. તેણે આ વધાની વચ્ચે ઇવિન લુઇસ (32)ની સાથે ત્રીજી વિકેટ માટે 75 રન બનાવ્યા, પરંતુ ચેન્નાઇના બોલર્સમાં ખાસ કરીને સ્પિનરોએ બેટસમેનને ખુલીને રમવા દીધા નહીં અને મુંબઇ 4 વિકેટ પર 155 રન જ બનાવી શકયું.
ચેન્નાઇ માટે આ સ્કોર પર પહાડ જેવો બની ગયો. તેમણે મહેન્દ્ર સિંહ ધોનીની કમી સતાવી, અસ્વસ્થ હોવાના લીધે તે મેચ રમી શકયો નહીં. ચેન્નાઇની ટીમ 17.4 ઓવરમાં 109 રન પર સમેટાય ગઇ હતી.
મલિંગાએ 37 રન આપી 4, જ્યારે કૃણાલ પંડ્યાએ 7 રન આપી બે અને જસપ્રીત બુમરાહે 10 રન આપી બે વિકેટ લીધી. હાર્દિક પંડ્યા અને અનુકૂળ રાય એ એક-એક વિકેટ લીધી.
મેન ઓફ ધ મેચ રોહિત શર્મા રહ્યો. તેણે આઇપીએલમાં 17મી મેન ઓફ ધ મેચનો ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો. તેની સાથે જ 31 વર્ષના રોહિતે આઇપીએલમાં ભારતીય ખેલાડી તરીકે સૌથી વધુ મેન ઓફ ધ મેચ પ્રાપ્ત કર્યાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેમણે યુસુફ પઠાણ અને મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધા, જે અત્યાર સુધી સંયુકત રીતે 16-16 વખત મેન ઓફ ધ મેચ રહ્યા છે.
ભારતીય ખેલાડી: આઇપીએલમાં સૌથી વધુ ‘મેન ઓફ ધ મેચ’
17- રોહિત શર્મા
16- યુસુફ પઠાણ, મહેન્દ્ર સિંહ ધોની
14- સુરેશ રૈના
13- ગૌતમ ગંભીર
12- વિરાટ કોહલી, અજિંક્ય રહાણે
11- વીરેન્દ્ર સહેવાગ
10- અમિત મિશ્રા
આઇપીએલમાં ઓવરઓલ ખેલાડીઓની વાત કરીએ તો સૌથી વધુ મેન ઓફ ધ મેચ પ્રાપ્ત કરવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામ પર છે. તેણે અત્યાર સુધીમાં 21 વખત આ ઍવૉર્ડ મળ્યો છે. એબી ડિવિલિયર્સ 20 મેન ઓફ ધ મેચ પ્રાપ્ત કરી બીજા નંબર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હિટમેન રોહિત શર્માનો IPLમાં જલવો, અનોખો રેકોર્ડ બનાવતા ધોની-પઠાણ પણ રહી ગયા પાછળ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ipl-2019-mumbai-indians-captain-rohit-sharma-creates-unique-records/
via Best Gujarati News
0 Comments