KKRvsDC: ઇડન ગાર્ડન્સ પર ગર્જ્યો ‘ગબ્બર’, કોલકાતાનાં આંગણે દિલ્હીનો 7 વિકેટે વિજય
કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPLની 26મી મેચ કોલકાતાનાં ઇડન ગાર્ડન્સમાં રમાઇ. આ મેચમાં દિલ્હીનો 7 વિકેટે શાનદાર વિજય થયો છે. આ મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 20 ઑવરમાં 7 વિકેટે 178 રન બનાવ્યા. કોલકાતા તરફથી શુભમન ગિલે 39 બૉલમાં 65 અને આન્દ્રે રસેલે 21 બૉલમાં 45 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. 179નો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 32 રને પૃથ્વી શૉ(14)નાં રૂપમાં પહેલી વિકેટ ગુમાવી. ત્યારબાદ 57 રન પર શ્રેયસ ઐયર (6) પણ ઝડપથી આઉટ થયો. જો કે ત્યારબાદ શિખર ધવન(97 અણનમ) અને ઋષભ પંત(46)એ શાનદાર બેટિંગ કરતા દિલ્હીની જીત નિશ્ચિત કરી.
That's that from the Eden Gardens as @SDhawan25 (97*) anchors the @DelhiCapitals to a 7-wkt victory
#KKRvDC pic.twitter.com/y622siEqWB
— IndianPremierLeague (@IPL) April 12, 2019
આ પહેલા કોલકતાએ શુભમન ગિલ 65, રોબિન ઉથપ્પા 28, નીતીશ રાણા 11, આન્દ્રે રસેલ 45 અને પિયુષ ચાવલા 14 રનની મદદથી 20 ઑવરમાં 178 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ શિખર ધવનનાં અણનમ 97 રન અને ઋષભ પંતનાં 46 રનની મદદથી વિજય મેળવ્યો હતો. શિખર ધવને 63 બૉલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 97 રન બનાવ્યા. કોલકાતા તરફથી પ્રસિદ્ધિ ક્રિષ્ના, રસેલ અને નીતીશ રાણાએ 1-1 વિકેટ ઝડપી.
આ પહેલા દિલ્હીનાં બૉલર્સે શાનદાર બૉલિંગ કરી હતી. દિલ્હી તરફથી ઇશાંત મોરિસ, રબાડા અને કિમો પૉલે 2-2 અને ઇશાંત શર્માએ 1 વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post KKRvsDC: ઇડન ગાર્ડન્સ પર ગર્જ્યો ‘ગબ્બર’, કોલકાતાનાં આંગણે દિલ્હીનો 7 વિકેટે વિજય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/delhi-capital-won-against-kkr-with-7-wickets/
via Best Gujarati News


0 Comments