કેપ્ટન ‘કૂલ’ સસ્તામાં છૂટી ગયો, નહીં તો મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપમાં….
મહેન્દ્ર સિંહ ધોની રાજસ્થાન રોયલ્સની વિરૂદ્ધ હાલની આઈપીએલ સીઝનનની 25મી મેચમાં મેદાનની અંદર ઘૂસી આવ્યો અને એમ્પાયરની સાથે તેની બોલાચાલી થઇ. ધોની આઈસીસીની આચરસંહિતાનું ઉલ્લંઘન કરી દોષિત ગણાયો ત્યારબાદ તેના પર મેચ ફીનો 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો. મહેન્દ્ર સિંહ ધોનીના આ વ્યવહાર બાદ પૂર્વ ક્રિકેટરો એ તેની આલોચના કરી છે. પૂર્વ ક્રિકેટર અને કમેંટેટર સંજય માંજરેકરનું માનવું છે કે ધોનીનો એમ્પાયર સાથે થયેલા વિવાદ બાદ સસ્તામાં જ છૂટી ગયો.
માંજરેકરે ટ્વીટ કરતાં કહ્યું કે હું હંમેશા ધોનીની ખૂબ મોટો પ્રશંસક છું પરંતુ તેમણે સીધી રીતે લક્ષ્મણ રેખા પાર કરી છે. તે નસીબદાર છે કે ખૂબ જ નાનો દંડ આપી બચી ગયા.
આપને જણાવી દઇએ કે આઇસીસીની આચારસંહિતાની અંતર્ગત એમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યકત કરતાં અને તેમની સાથે ચર્ચા કરવા પર એક ટેસ્ટ કે બે વનડેનો પ્રતિબંધ લાગી શકે છે. ધોની ટેસ્ટ ક્રિક્ટેમાંથી સંન્યાસ લઇ ચૂકયા છે તો એવામાં આ પ્રતિબંધ તેમની વનડે મેચો પર લાગૂ થાત. ભારતીય ક્રિકેટ ટીમને આઇપીએલ બાદ જ સીધું વર્લ્ડ કપ માટે રમવાનું છે અને ધોની પર આ પ્રતિબંધ તેના માટે મોટો ઝાટકો સાબિત થઇ શકયો હોત.
30મી મેથી શરૂ થઇ રહેલ વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ 5મી જૂનના રોજ સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ રમવાની છે. જ્યારે બીજી મેચ તેને ઓસ્ટ્રેલિયા સામે 9 જૂનના રોજ રમવાની છે. આઇસીસી જો ધોની પર બે વનડે મેચનો પ્રતિબંધ લગાવી દે તો સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ તેઓ વર્લ્ડ કપની મોટી બે મેચ રમી શકત નહીં. ઉલ્લેખનીય છે કે ગુરૂવાર રાત્રે આઇપીએલ મુકાબલા દરમ્યાન એમએસ ધોનીનો અસ્વાભાવિક આક્રોશ દેખાયો.
આઇસીસીએ ધોનીના આ વ્યવહાર બાદ ટ્વીટ કરી લખ્યું કે ગઇકાલે રાત્રે આઇપીએલ મુકાબલા દરમ્યાન એમએસ ધોનીનો અસ્વાભાવિક આક્રોશ દેખાયો. તેના માટે તેમની મેચ ફીના 50 ટકા દંડ ફટાકાર્યો છે.
પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કરી કે મીડિયા એ ધોનીને મેદાનની અંદર આવવાના એમ્પાયરની વિરૂદ્ધ અપરિપકવ વિરોધ ગણાવ્યો છે જેના પર હું હેરાન છું. મારા માટે આ અજબ પહેલી છે કે ખેલ પત્રકાર ખોટું કરનારા સ્થાપિત સ્ટાર્સની વિરૂદ્ધ ઇમાનદાર અભિવ્યક્તિ કરવાથી કેમ બચ્યા છે. એટલે સુધી કે અધિકારીઓએ પણ ધોનીના પ્રત્યે ડરપોક વલણ અપનાવીને 50 ટકા દંડ લગાવી બચકાના છે.
શું હતો મામલો?
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 25મી મેચમાં મિચેલ સેન્ટરને છેલ્લા બોલે છગ્ગો મારીને ચેન્નાઇ સુપરકિંગ્સે આ સિઝનની છઠી મેચ જીતાડી હતી. આ સાથે ધોની 100 મેચ જીતનાર પ્રથમ કેપ્ટ્ન બન્યો હતો, જોકે 20મી ઓવરના ચોથે બોલે ધોની અચાનક ઉકળી ઉઠ્યો હતો. બેન સ્ટોક્સનો કમર ઉપરનો ફૂલ ટોસ હતો, જેને અમ્પાયર સ્ટોક્સના કમર ઉપરના ફૂલ ટોસને અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો-બોલ આપ્યો હતો. પરંતુ લેગ-અમ્પાયર બ્રુસ ઓક્સનફર્ડે કોઈ સિગ્નલ ન આપતા તેણે ઉલ્હાસના નિર્ણયને ચેન્જ કર્યો હતો.
ગુસ્સામાં એમએસ ધોની મેદાને આવી ગયો હતો. કેપ્ટ્ન કુલ મેદાને આવીને આ અંગે દલીલ કરવા લાગ્યો હતો કે પહેલા અમ્પાયરે નો-બોલ આપ્યા પછી નિર્ણય કઈ રીતે ફેરવી શકે છે? ધોનીએ ગાંધેને સિગ્નલ આપતા જોયો હતો અને તેનો પક્ષ હતો કે અમ્પાયર આમ પોતાનો નિર્ણય ચેન્જ કરે તે ખોટું છે. ધોની સાથે રાજસ્થાન રોયલ્સના કેટલાક ખેલાડીઓ પણ અંગે ચર્ચા કરવા અમ્પાયર પાસે આવી ગયા હતા.
ધોની આ નો-બોલ અંગે મેચ પછી ફરિયાદ કરી શકતો હતો. આ આઇપીએલમાં આ પહેલા કોહલી પણ મેચ રેફરીને આ રીતે અમ્પાયરિંગની ફરિયાદ કરી ચૂક્યો છે. એક વાર બેટ્સમેન આઉટ થઇ જાય પછી તેને ગ્રાઉન્ડમાં પાછો પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. ઇએસપીએનના કમેન્ટેટર રૌનક કપૂરે કહ્યું હતું કે, “ધોની માટે પણ એ જ નિયમ લાગુ પડે છે જે નિયમ અન્ય ખેલાડીઓ માટે લાગુ પડે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કેપ્ટન ‘કૂલ’ સસ્તામાં છૂટી ગયો, નહીં તો મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપમાં…. appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ms-dhoni-lucky-to-get-away-with-just-a-small-fine-sanjay-manjrekar/
via Best Gujarati News
0 Comments