રૉયલ ચેલેન્જર્સ બેંગલોરનાં વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ અત્યારે પોતાના વ્યક્તિગત જીવનમાં આવેલા તોફાનની વચ્ચે ટીમ માટે સારું પ્રદર્શન કરવા પર ધ્યાન આપી રહ્યો છે. પાર્થિવ પટેલનાં પિતા અજય પટેલ અત્યારે હૉસ્પિટલમાં છે અને જિંદગી અને મોતની વચ્ચે ઝઝુમી રહ્યા છે. પાર્થિવ પટેલનાં પિતા ગુજરાતનાં અમદાવાદમાં બ્રેન હેમરેજ સામે જંગ લડી રહ્યા છે. આ કારણે પાર્થિવ પટેલ મેચ પૂર્ણ થયા બાદ અમદાવાદ આવે છે અને શરૂ થયા પહેલા પરત જાય છે. ટીમ તરફથી તેને આ માટે વિશેષ પરવાગની આપવામાં આવી રહી છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં પાર્થિવ પટેલે પોતાના ટ્વિટર પર પિતાનાં સ્વાસ્થ્યને લઇને લખ્યું હતુ કે, ‘કૃપા કરીને મારા પિતા માટે પ્રાર્થના કરો. તેઓ બ્રેન હેમરેજનો સામનો કરી રહ્યા છે.’ હવે 2 મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે, પરંતુ તેના પિતાનું સ્વાસ્થ્ય સુધર્યું નથી. તેઓ અત્યારે ICUમાં છે અને કોમામાં અંદર-બહાર થતા રહે છે. પાર્થિવ પટેલ દરેક મેચ પતાવ્યા બાદ અમદાવાદ આવે છે અને મેચ ચાલુ થાય તે પહેલા ટીમ સાથે જોડાય છે. પાર્થિવ પટેલે કહ્યું કે, “જ્યારે હું રમી રહ્યો હોઉં છું તો મારા મગજમાં કંઇપણ ચાલતુ નથી, પરંતુ એકવાર મેચ પૂર્ણ થયા બાદ મારું દિલ ઘરે પહોંચી જાય છે. દિવસની શરૂઆત પિતાનું સ્વાસ્થ્ય પુછવાથી થાય છે. ડૉક્ટર્સ સાથે સંપર્કમાં રહેતા રહેતા કેટલીકવાર મારે મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડે છે.”

તેણે કહ્યું કે, “મને યાદ છે કે એદ દિવસ પિતા અચાનક પડી ગયા, ત્યારથી 12 દિવસ હું તેમની સાથે ICUમાં હતો. હું 10 દિવસ સુધી ઘરે પણ નહોતો જઇ શક્યો. ત્યારે મુશ્તાકઅલી ટૂર્નામેન્ટ ચાલી રહી હતી અને હું ઘણી મેચો રમી શક્યો નહોતો.” મુશ્તાકઅલી ટ્રૉફી બાદ પાર્થિવે IPLની આ સીઝનમાં ના રમવાનો વિચાર કર્યો હતો, પરંતુ તેના પરિવારે કહ્યું કે તેના પિતા હંમેશા ઇચ્છે છે કે તે રમે અને ઘરે ના બેસે, અને આ માટે તેણે IPLમાં રમવાનું મન બનાવ્યું. પાર્થિવ પટેલ RCB માટે આ વખતે પ્રભાવશાળી રહ્યો અને તેણે 6 મેચોમાં 123ની સ્ટ્રાઇક રેટથી 172 રન બનાવ્યા છે. આ કઠિન સમયમાં આશિષ નેહરા પોતાની સમજદારીથી પાર્થિવની મદદ કરી રહ્યા છે. નેહરા બેંગલોરનાં બૉલિંગ કૉચ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPLમાં રમી રહેલા આ ગુજરાતી ક્રિકેટરનાં પિતા હૉસ્પિટલમાં લડી રહ્યા છે જિંદગી માટે જંગ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/parthiv-patels-father-in-under-treatment/
via Best Gujarati News