ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં ગુરૂવારનાં થયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અંતિમ ઑવરમાં નૉ બૉલને લઇને અમ્પાયર સાથે મેદાન પર જઇને કરેલી દલીલને લઇને ઘણો જ વિવાદ થઇ રહ્યો છે. પૂર્વ ક્રિકેટર્સથી લઇને મીડિયાએ ધોનીનાં આ વર્તનની આલોચના કરી છે. ધોની પર તેની મેચ ફીસનાં 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકરણમાં શામેલ અમ્પાયર બ્રૂસ ઑક્સેનફૉર્ડે ધોનીનો બચાવ કર્યો છે.

રવીવારે રમાયેલી રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં અંતિમ ઑવરમાં એક ફુલટૉસ પર નૉ બૉલ આપ્યા બાદ આ નિર્ણયને અમ્પાયરે બદલી દીધો હતો. આ કારણે ધોની નારાજ થઇ ગયો હતો અને તે મેદાન પર પરત આવીને અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા એક વ્યક્તિએ કહ્યું કે, “અમ્પાયર બ્રૂસ ઑક્સેફૉર્ડનાં નિવેદન બાદ જ મેચ રેફરીએ નિર્ણય ફક્ત મેચ ફીસનાં દંડ સુધી સીમિત રાખી નહીં તો ધોનીને વધારે સજા થઇ શકતી હતી.”

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, “મેચ બાદ જ્યારે બધા લોકો મેચ રેફરીનાં રૂમમાં મળ્યા ત્યારે ઑક્સેનફૉર્ડે સ્પષ્ટ કહ્યું કે તેઓ ચેન્નાઈનાં કેપ્ટન ધોનીનાં મેદાન પર આવવા અને નૉ બૉલનાં વિશે ચર્ચા કરવાને લઇને ખોટું અનુભવી નથી રહ્યા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમ્પાયરની દરિયાદિલીનાં કારણે બચી ગયો ધોની, નહીં તો થઈ હોત મોટી સજા appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/ms-dhoni-could-faced-major-punishment/
via Best Gujarati News