બૉલીવુડ એક્ટર અને પ્રોડ્યુસર કમાલ આર ખાન ટ્વિટર પર પોતાની મજેદાર અને વિવાદીત ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. કમાલ આર ખાન બોલીવુડ, રાજનીતીથી લઇને ક્રિકેટ પર પણ ટ્વિટ કરે છે. કમાલ આર ખાને હવે ચાલી રહેલી IPLમાં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી લોકોનાં દિલ જીતી લેનારા વેસ્ટઇન્ડિઝનાં ખેલાડીઓને લઇને એક એવું ટ્વિટ કર્યું છે જેને કેટલાક લોકો મજાકમાં લઇ રહ્યા છે તો કેટલાકે આ ટ્વિટ પર વાંધો ઉઠાવ્યો છે.

IPL 2019માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરથી રમી રહેલા આન્દ્રે રસેલ, કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહેલા ક્રિસ ગેલ અને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહેલા કેરૉન પોલાર્ડને લઇને કેઆરકેએ ટ્વિટ કર્યું છે અને વેસ્ટઇન્ડીઝનાં આ ખેલાડીઓને ‘કાળી શક્તિઓ’ ગણાવી છે. જો કે ટ્વિટર પર આને લઇને મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે અને આને રંગભેદી ટિપ્પણી પણ કહેવામાં આવી રહી છે.

કમાલ આર ખાને ટ્વિટ કર્યું છે કે, ‘રસેલ, પોલાર્ડ અને ગેલને જોઇને મને સંપૂર્ણ ભરોસો થઇ ગયો છે કે દુનિયામાં કાળી શક્તિઓ હોય છે અને તે રાત્રી દરમિયાન વધારે શક્તિશાળી થઇ જાય છે.’ જો કે ફેન્સ કમાલ આર ખાન પર ટ્વિટર પર આ ટ્વિટને લઇને ગુસ્સો નીકાળી રહ્યા છે. કોઇએ આને રંગભેદ ગણાવ્યું છે તો કોઇએ કહ્યું છે કે કલરને લઇને ચામડીનાં રંગને લઇને કૉમેન્ટ ના કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કમાલ આર ખાન પોતાના ટ્વિટ્સને લઇને અનેકવાર વિવાદમાં આવી ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPL 12: બૉલીવુડનાં જાણીતા કલાકારે રસેલ, ગેલ અને પોલાર્ડને ગણાવ્યા ‘કાળી શક્તિઓ’ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/krk-twitted-that-russell-pollard-and-gayle-are-dark-powers/
via Best Gujarati News