એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સુનીલ ગાવસ્કરે ધોનીએ અમ્પાયર સાથે કરેલા વિવાદ મામલે નારજગી દર્શાવી છે. તેમણે કહ્યું કે કેપ્ટને હંમેશા કંટ્રોલમાં રહેવું જોઇએ. ગાવસ્કરે પોતાના નિવેદનમાં કહ્યું કે, “ધોનીએ જે કર્યું તે ખોટું હતુ અને તેણે આવુ નહોતુ કરવું જોઇતુ.” ગાવસ્કરે અમ્પાયરનો પણ બચાવ કર્યો અને કહ્યું કે, “બૉલ જો કમરથી ઉપર હોય તો નૉ બૉલનો નિર્ણય લેગ અમ્પાયર કરે છે.”

ઉલ્લેખનીય છે કે ગુરૂવારનાં રાજસ્થાન રૉયલ્સ સામે જયપુરમાં રમાયેલી મેચમાં ધોની અમ્પાયર સાથે મેદાન પર ભડક્યો હતો. ધોનીનાં આ વ્યવહાર પર સૌ કોઇ ચોંકી ગયું હતુ. ધોની કૉડ ઑફ કંડક્ટનો ભંગ કરવા બદલે દોષી ઠર્યો અને તેની 50 ટકા મેચ ફીસ કાપી લેવામાં આવી. રાજસ્થાન સામે મેચમાં સ્ટૉક્સે બેટ્સમેનની કમ પર ફુલ ટૉસ બૉલ ફેંક્યો ત્યારબાદ મુખ્ય અમ્પાયરે પહેલા તો નૉ બૉલનો ઇશારો કર્યો અને પછી પોતાનો નિર્ણય બદલ્યો.

આ જોઇને પહેલા તો બેટિંગ કરી રહેલા જાડેજાએ અમ્પાયરનાં નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો અને ત્યારબાદ ડગઆઉટમાં બેઠેલો ખુદ ધોની પણ મેદાન પર પહોંચ્યો અને એમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો. આ વિવાદનાં કારણે મેચ થોડીકવાર માટે અટકાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની આ 25મી મેચમાં મિચેલ સેન્ટરને છેલ્લા બોલે છગ્ગો મારીને ચેન્નાઇ સુપરકિંગ્સને આ સિઝનની છઠ્ઠી મેચ જીતાડી હતી. આ સાથે ધોની 100 મેચ જીતનાર IPLનો પ્રથમ કેપ્ટ્ન બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post “કંટ્રોલમાં રહે ધોની”, અમ્પાયર સાથેનાં વિવાદ મામલે ગાવસ્કરે ‘કેપ્ટન કૂલ’ને ખખડાવ્યો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/sunil-gavaskar-said-captain-should-be-in-control/
via Best Gujarati News