ISRO એ PSLV C-45 રોકેટને અંતરિક્ષમાં મોકલ્યું છે. ઇસરો એ સોમવારે સવારે બરાબર 9.27વાગ્યે મોકલ્યું. આ EMISAT અને 28 વિદેશી સેટેલાઇટ્સને અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કરશે. તેમાં 24 અમેરિકન સેટેલાઇટ્સ પણ સામેલ છે. દુશ્મન પર નજર રાખવાની દ્રષ્ટિથી અમિસેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો શું છે આ મિશનની ખાસિયતો….

– ઇસરોનું આ પહેલું એવું મિશન છે જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઇટ્સને સ્થાપિત કરશે
– PSLV C45 દ્વારા જે સેટેલાઇટ્સ લોન્ચ થયું તેમાં સૌથી મહત્વપૂર્ણ EMISAT છે એટલે કે ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ. આ ડીઆરડીઓને ડિફેન્સ રિસર્ચમાં મદદ કરશે.
– EMISAT સિવાય ઇસરો પોતાના રોકેટ દ્વારા બીજા દેશોના પણ 28 સેટેલાઇટ્સને સ્થાપિત કર્યા છે. તેમાં અમેરિકાના 24, લિથુઆનિયાનું 1, સ્પેનનું 1 અને સ્વિટ્ઝરલેન્ડનું 1 સેટેલાઇટ સામેલ છે
– આ આખા મિશનમાં ઇસરોને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય લાગશે.

– આ ઇસરોનો 47મો PSLV પ્રોગ્રામ છે, જ્યારે એવું પહેલું વખત બન્યું કે જેના દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટને લોન્ચ કરાયું. પહેલાં રોકેટ 749 કિલોમીટરની કક્ષામાં EMISATને સ્થાપિત કરશે અને પછી 504
કિલોમીટર ઑબિટ પર 28 બીજા સેટેલાઇટ્સને લોન્ચ કરશે
– આ મિશનને પહેલાં 12મી માર્ચના રોજ લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ ખરાબ હવામાનના લીધે તેને 1 એપ્રિલના સુધી ટાળી દેવાયું હતું.
– આ સેટેલાઇટ મિશન પર ઇસરો અને ડીઆરડીઓએ સંયુકત રીતે કામ કર્યું છે
– ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનનું આ પહેલું એવું મિશન જેમાં સામાન્ય લોકોની હાજરીમાં લોન્ચ કરાયું. તેના માટે ઇસરો એ એક ગેલેરી તૈયાર કરી હતી. તેમાં 5000 લોકો બેસી શકે. આ ગેલેરીથી બે લોન્ચપેડ દેખાતા
હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ISROએ અંતરિક્ષમાં રચ્યો ઇતિહાસ, EMISAT લોન્ચ કરતાં પાક.-આતંકીઓ પર રહેશે બાજ નજર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pslvc45-lifts-off-with-emisat-28-customer-satellites/
via Best Gujarati News