કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરાશે, ગુજરાતમાંથી દારૂબંધી પણ ઉઠાવી લેવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આચારસંહિતાનો અમલ ઉઠયા બાદ કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કરશે. તદુપરાંત ગુજરાતમાંથી દારૂબંધી પણ ઉઠાવી લેશે. જેના અંતર્ગત કારણોમાં ભારતીય બંધારણે તમામ નાગરિકોને આપેલા સમાન અધિકારોનું પાલન કરવાનો છે.
ભારતીય બંધારણ પ્રમાણે ગુજરાતના નાગરિકોને બાકાત રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકે અર્જી કરીને કહ્યું હતું કે દેશનો નાગરિક સર્વ પ્રથમ ભારતીય છે પછી પ્રદેશનો મુદ્દો આવે છે.
દેશના અન્ય રાજ્યોમાં દારૂબંધી ન હોય તો ગુજરાતના નાગરિકોનો વાંકગુનો એટલો જ કે તેઓ રાષ્ટ્રપિતાના જન્મસ્થળ ગુજરાતમાં રહે છે ? મહાત્મા ગાંધીજી રાજ્યપિતા તરીકે નહિં પરંતુ રાષ્ટ્રપિતા તરીકે પૂજાય છે.
ગુજરાતમાં દારૂબંધી રાખવી હોય તો સમગ્ર દેશમાં દારૂબંધી લાદવી જોઇએ, અન્યથા ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી લઇ બંધારણે બક્ષેલા સમાન અધિકારોનું પાલન કરવાની સત્યાર્થતાને વળગી રહેવું જોઇએ. સુપ્રીમ કોર્ટમાં રજુ કરેલા જવાબમાં પી.એમ.ઓ.ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતાનો અમલ ઊઠયા બાદ ગુજરાતમાંથી દારૂબંધી ઊઠાવી લેવામાં આવશે.
૧,૬૦૦ કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં અસંખ્ય પર્યટક સ્થળો છે. ગુજરાતમાં દારૂબંધી હોઇ પર્યટકો ગુજરાત આવતા ખચકાટ અનુભવે છે. જેને પગલે દર વર્ષે કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડે છે.
(આ સમાચાર સાચા નથી ‘એપ્રિલ ફૂલ’).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરાશે, ગુજરાતમાંથી દારૂબંધી પણ ઉઠાવી લેવાશે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/article-370-will-be-abolished-in-kashmir-prohibition-of-liquor-from-gujarat-will-also-be-lifted/
via Best Gujarati News
0 Comments