અડવાણી અને મુરલી મનોહર જોષીની ટિકિટ કપાયા બાદ ધૂંધવાટ તો હતો જ. તેવામા રવિવારે મોડી સાંજે નાગપુરમા માર્ગદર્શક મંડળની બેઠકે બળતામા ઘી હોમ્યુ… અહી બેઠકમાં ટિકિટોની ફાળવણીના મામલે અડવાણીના ચહેરા ઉપર બહુ ઉશ્કેરાટ દેખાતો હતો.

તેણે અને મુરલી મનોહર જોશીએ સંઘના વડા સાથે ચર્ચા કરી તેમા પણ ઉગ્રતા દેખાતી હતી. સંઘના કાર્યાલયે ભાજપના ટોચના નેતાઓ પણ પહોંચી ગયા હતા, પરંતુ અડવાણીની તરફેણમા કોઈએ પ્રત્યક્ષ મત ન દર્શાવતા અડવાણી અને મૂરલી મનોહર જોષી સીધા જ એરપોર્ટ રવાના થઈ ગયા હતા.

નવી દિલ્હીમા ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારોને મધરાત સુધી પ્રતીક્ષા કરાવી બાદમા અડવાણી અને મુરલી મનોહરે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકીય સંન્યાસ લેવાની વયે અમે ભાજપને ભારે હૈયે છોડી રહ્યા છીએ – પક્ષનો ઉછેર કર્યો, જતન કર્યુ પરંતુ અહી વ્યથિત છીએ. અડવાણી વધુ બોલે તે પહેલા તેના ગળે ડૂમો બાઝી ગયો હતો,  

બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ બંનેના નિર્ણયને આવકાર્યો છે. સોમવારે સવારે ૯ વાગે પૂરા સન્માન સાથે શ્રીમતી સોનિયા ગાંધીની ઉપસ્થિતિમા બંને કોંગ્રેસમા જોડાવાના છે. રાહુલ અને પ્રિયંકાએ ટ્વિટમા બંનેનું ઉષ્માસભર સ્વાગત કરતા એક જ વાક્ય લખ્યું છે કે કોંગ્રેસમા આપનું સન્માનભેર સ્વાગત છે.

નીતિન ગડકરી આજે અડવાણીને મળશે

નાગપુરમાં સંઘના કાર્યાલયમા અડવાણી મુરલી મનોહર જોષી ધૂંઆપુઆ થતાં બહાર નીકળતા જ કશીક નવાજૂનીના સંકેત તો મળી ગયા હતા પરંતુ નવી દિલ્હી એરપોર્ટ ઉપર બંનેએ જે રીતે વર્ષોથી પહેરેલા કેસરિયા ખેસને હટાવી કોંગ્રેસમા જોડાવાની જાહેરાત કરતા જ પૂરા દેશના રાજકારણમા હલચલ મચી થઈ છે. હવે નીતિન ગડકરી સોમવારે અડવાણીને મળશે.

અડવાણી-મુરલીની વ્યથા સાચી છે : કેશુભાઈ

ગુજરાતમા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અડવાણી અને મુરલી મનોહર જોશીના રાજીનામા પ્રત્યે કહ્યું કે બંને દિગ્ગજ નેતાઓની વ્યથા સાચી છે તેમના નિર્ણય પાછળનું કારણ પક્ષે સમજવુ પડશે.

(આ સમાચાર સાચા નથી ‘એપ્રિલ ફૂલ’).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post રઘવાયેલા બનેલા અડવાણી, મુરલી મનોહર જોશી કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તબ્ધ! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/advani-murli-manohar-joshi-join-bjp/
via Best Gujarati News