આજે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત મોદી-રાહુલ વચ્ચે સીધા સવાલ-જવાબ!
સમગ્ર દેશમાં ઉતેજના છવાઈ ગઈ છે. ચૂંટણીના માહોલમાં માસ્ટર સ્ટ્રોક મારવા માટે જાણીતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો પડકાર ઝીલી લઈ સીધા સવાલ-જવાબ માટે તૈયારી બતાવી છે. હવે સોમવારે દિલ્હીમાં મોદી-રાહુલ વચ્ચે સીધી ટક્કર થવાની છે.
બે મહિનાથી રાહુલ ગાંધી વડા પ્રધાનને પડકાર ફેંકતા હતા પરંતુ મોદી સમયની રાહ જોઈ રહયા હોઈ કોઈ જવાબ આપ્યો ન હતો. હવે રાહુલ ના પાડી શકે તેમ નથી. રવિવારે દિલ્હી પ્રેસ ક્લબમાં વડા પ્રધાને ગ્રૂપ ઓફ એડિટર્સ સમક્ષ આ બાબતની જાહેરાત કરતા જ તમામ ચેનલો રાહુલની પ્રતિક્રિયા લેવા કોંગ્રેસ મુખ્યાલય પહોચી ગઈ હતી.
રાહુલે સૌ પ્રથમ તો આૃર્ય વ્યક્ત કર્યું પરંતુ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મસલત બાદ તૈયારી બતાવતા તા.૧ના સાંજે ૬ વાગે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત વડા પ્રધાન અને વિપક્ષના અધ્યક્ષ વચ્ચે સીધા સવાલ-જવાબ થશે. આ ડિબેટનો દેશ અને વિશ્વમાં લાઈવ પ્રસારણ થશે.
ખાસ વાત એે છે કે બંને વચ્ચે કોઈ એન્કર નહીં હોય. ડિબેટમાં બંને એકબીજાને વ્યક્તિગત બાબતો વિષે પૂછી નહી શકે. આ માટે એક વિશેષ પેનલ બની છે જેમાં ભાજપ તરફથી સંબિત પાત્રા, કોંગ્રેસ તરફથી રણદીપ સૂરજેવાલા મોનિટરિંગ કરશે.
ઉલ્લેખનીય છે કે. અમેરિકામા પ્રમુખપદની ચૂંટણી પૂર્વે આવી ડિબેટની પરંપરા છે. જેના આધારે લોકો નેતા અને નીતિઓને રેટિંગ આપતા હોય છે.
રાહુલ તેના સલાહકારોને સાથે લઈ ને આવી શકે છે, હું એકલો જ જવાબ આપીશ : મોદી
ડિબેટ પૂર્વે વડા પ્રધાને પ્રેસ ક્લબમાં જણાવ્યું કે રાહુલ ઈચ્છે તો તેના સલાહકારોને સાથે રાખી શકે છે, મારે કશું છૂપાવવાનું નથી – હું એકલો જ જવાબ આપીશ જેમા દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે.
જે ટોસ જીતશે તે પ્રથમ પ્રશ્ન પૂછશે
પ્રશ્નોતરીમાં બંને વારાફરતી એક-એક પ્રશ્ન પૂછી શકશે. પ્રથમ પ્રશ્ન કોણ પૂછશે? તેના માટે સહમતિ ન સધાય તો પ્રેસ ક્બલના અધ્યક્ષ ટોસ ઉછાળીને પસંદગી કરશે. એક પ્રશ્ન પૂછયા પછી ૩ મિનિટમાં તેનો જવાબ પૂરો કરવો પડશે, આ માટે બેલ રાખવામા આવી છે.
(આ સમાચાર સાચા નથી ‘એપ્રિલ ફૂલ’).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post આજે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત મોદી-રાહુલ વચ્ચે સીધા સવાલ-જવાબ! appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/todays-question-and-answer-directly-between-modi-and-rahul-for-the-first-time-in-the-history-of-the-country/
via Best Gujarati News
0 Comments