દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન પર સસ્પેંસ ખત્મ થઇ ગયું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યમાં ગઠબંધનની ના પાડી દીધી છે. દિલ્હી સીએમના આ નિવેદન બાદ રાજ્યમાં હવે ત્રિકોણીય મુકાબલો નક્કી મનાય છે. આપને જણાવી દઇએ કે રવિવારના રોજ દિલ્હીના પૂર્વ સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટી અધ્યક્ષ શીલા દીક્ષિતે કહ્યું હતું કે સોમવાર સુધી આપ-કોંગ્રેસ ગઠબંધન પર તસવીર સ્પષ્ટ થઇ જશે. તેમણે કહ્યું હતું કે આ અંગે સત્તાવાર નિવેદન રજૂ કરાશે.

કોંગ્રેસ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન રજૂ કરતાં પહેલાં જ કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં લોકસભા ચૂંટણીઓ માટે આપ સાથે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે. દિલ્હીના સીએમ કેજરીવાલે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસે તેમની પાર્ટી સાથે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસ પહેલાં જ ઇન્કાર કરી ચૂકયું હતું પરંતુ આજે તેનું સત્તાવાર વલણ સામે આવી ગયું છે.

આપને જણાવી દઇએ કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પોતાની તરફથી વારંવાર ભાજપને હરાવા માટે ગઠબંધનની ઓફર કરતા રહ્યા છે. કેજરીવાલે દિલ્હીની સાથે પંજાબ અને હરિયાણામાં પણ કોંગ્રેસને ગઠબંધનની ઓફર કરી છે. દિલ્હી કોંગ્રેસમાં પણ ગઠબંધનને લઇ એક મંતવ્ય નથી. પીસી ચાકો જયાં આપ સાથે ગઠબંધનને લઇ જોર આપી રહ્યા હતા તો શીલા દીક્ષિત તેની વિરૂદ્ધ હતા. પહેલાં અજય માકન પણ ગઠબંધનની વિરૂદ્ધ હતા અને પરંતુ બાદમાં તેમણે તેનું સમર્થન કર્યું હતું.

શનિવારના રોજ કોંગ્રેસ પ્રદેશ કમિટીની થયેલી બેઠકમાં આપની સાથે ગઠબંધન પર અંતિમ નિર્ણય અધ્યક્ષ રાહુલ ગાંધી પર છોડી દીધો હતો. કેજરીવાલના નિવેદન બાદ કોંગ્રેસ અને આપની વચ્ચે ગઠબંધનની આશા ખત્મ થઇ ગઇ છે. હવે દિલ્હીની 7 સીટો પર ત્રિકોણીય મુકાબલો થશે. તમને જણાવી દઇએ કે 2014ની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ 7 સીટો જીતી હતી.

આપ દિલ્હીમાં 7 ઉમેદવારોની કરી ચૂકી છે જાહેરાત
આપ દિલ્હીથી પોતાના તમામ 7 ઉમેદવારોની જાહેરાત પહેલાં જ કરી ચૂકયું છે. પાર્ટી એ બીજી માર્ચના રોજ દિલ્હીની કુલ સાત લોકસભા સીટોમાંથી 6 સીટો પર પોતાને ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આપ એ બાદમાં બીજા એક ઉમેદવારની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કેજરીવાલે રાહુલ ગાંધીને લઇ આપ્યું જબરદસ્ત મોટું નિવેદન appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/rahul-gandhi-refused-to-forge-alliance-with-aap-arvind-kejriwal/
via Best Gujarati News