કિંગ્સ ઇલેવન પંજાબ સામે મુંબઈ ઇન્ડિયન્સે બુધવારનાં રોજ જીત મેળવી. રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા પોલાર્ડે 31 બૉલમાં 83 રનની દમદાર ઇનિંગ રમી હતી અને એક સમયે અશક્ય લાગતી જીત મેળવી હતી. અંતિમ ઑવરમાં મુંબઈને જીતવા માટે 15 રનની જરૂર હતી અને પંજાબે અંકિત રાજપૂતને બૉલિંગ આપી હતી. અંકિત ઑવરનો પહેલો બૉલ ફેંકવાનો જ હતો કે તે રોકાઈ ગયો અને પોલાર્ડને તેણે આંખ મારી. પોલાર્ડને આંખ મારવી અંકિતને ભારે પડી.

ત્યારબાદનો બૉલ અંકિતે નૉ-બૉલ ફૂલટોસ ફેંક્યો જેના પર પોલાર્ડે છગ્ગો ફટકાર્યો. તો બીજી બૉલ પર ચોગ્ગો ફટકારીને પોલાર્ડે મેચ મુંબઈ તરફી કરી દીધી. જો કે ત્યારબાદનાં બૉલ પર પોલાર્ડ મિલરને કેચ આપી બેઠો. મુંબઈને જીતવા માટે અંતિમ 4 બૉલમાં 4 રનની જરૂર હતી. જોસેફે ત્રીજો બૉલ ખાલી કાઢ્યો અને ત્યારબાદ ચોથા બૉલે એક રન બનાવ્યો. રાહુલ ચહરે પાંચમાં બૉલે એક રન બનાવ્યા અને ત્યારબાદ અંતિમ બૉલ પર જોસેફે 2 રન બનાવીને મુંબઈને જીત અપાવી.

આ પહેલા પોલાર્ડે અલ્ઝારી જોસેફ (અણનમ 15)ની સાથે 7 વિકેટ માટે 3.4 ઑવરમાં 54 રનની ભાગેદારી બનાવી અને મુંબઈની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવી. મોહમ્મદ શમીએ 21 રન આપીને 3 વિકેટ ઝડપીને કિંગ્સ ઇલેવન પંજાબને જીત અપાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ રહ્યો નહીં. પંજાબ તરફથી કેએલ રાહુલે IPLમાં પોતાની પહેલી સદી નોંધાવતા અણનમ 100 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPL 2019: ખેલાડીએ આંખ મારવાથી મુંબઈ સામે ડૂબ્યુ પંજાબ, પોલાર્ડે ભણાવ્યો આ રીતે પાઠ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/ankit-rajpoot-winks-at-kieron-pollard/
via Best Gujarati News

0 Comments