હારનો સામનો કરી રહેલી કોહલીની ટીમે રમ્યો મોટો દાવ, આ ઘાતક બોલરને ઉતારશે મેદાને!
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટીમ RCB માટે અત્યાર સુધી IPL-12ની સીઝન ઘણી જ ખરાબ રહી છે. ટીમને આ સીઝનમાં સતત 6 હાર મળી છે. ટીમે પ્લે ઑફમાં જગ્યા મેળવવા માટે બાકીની તમામ મેચો જીતવી પડશે. RCBએ આ સીઝનમાં હજુ 8 મેચ રમવાની છે. આવામાં એક હાર ટીમને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે. બૉલિંગ અને ફીલ્ડિંગમાં RCBનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું. મેચ જીતવા માટે ટીમે ફીલ્ડિંગ અને બૉલિંગમાં ખાસ ધ્યાન આપવું પડશે.
બુધવારનાં રોજ દક્ષિણ આફ્રિકાનાં ઝડપી બૉલર ડેન સ્ટેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. સ્ટેનની આ સ્ટોરી જોઇને ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે તે IPLમાં RCB તરફથી રમવા માટે ભારત આવી રહ્યો છે. સ્ટેને પોતાની વિઝાની સ્ટોરી સાથે ‘લિટિલ સરપ્રાઇઝ’ કેપ્શન લખ્યું છે. સ્ટેનનાં વિઝામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તે ભારતમાં ક્રિકેટ રમવા માટે આવી રહ્યો છે. જો કે તેણે વિઝા પર લખવામાં આવેલી કેટલીક વાતો છુપાવી છે. ભારતમાં અત્યારે IPL રમાઇ રહી છે, તેનો મતલબ સ્પષ્ટ છે કે સ્ટેન આ લીગમાં ભાગ લેવા માટે આવી રહ્યો છે.
બીજી તરફ ઑસ્ટ્રેલિયાનાં ઝડપી બૉલર નાથન કુલ્ટર નાઇલની ગેરહાજરીમાં ટીમને ઝડપી બોલરની જરૂર છે. બીજી ટીમોની વાત કરીએ તો દરેક ટીમે ઇજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય ખેલાડીને સામેલ કરી લીધા છે. આવામાં RCBની ટીમ નાઇલની જગ્યાએ સ્ટેનને સામેલ કરી શકે છે. RCBએ પોતાની આગામી મેચ 13 એપ્રિલનાં રોજ કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હારનો સામનો કરી રહેલી કોહલીની ટીમે રમ્યો મોટો દાવ, આ ઘાતક બોલરને ઉતારશે મેદાને! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/dale-steyn-will-join-royal-challengers-bengaluru-soon/
via Best Gujarati News
0 Comments