Video: મેદાન પર સામ-સામે આવી ગયા હાર્દિક પંડ્યા અને વિલિયન, પછી થઇ જોવા જેવી
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ અને પંજાબની વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં કેટલીક ક્ષણો તણાવ ભરેલી પણ આવી જેમાં બંને ટીમનાં ખેલાડીઓ એક-બીજા સાથે ગુસ્સામાં જોવા મળ્યા. જો કે સંપૂર્ણ મેચમાં માહોલ રોમાંચક હોવા છતા વાત વધી નહોતી. જો કે એવું જરૂર લાગ્યું હતુ કે ખેલાડીઓ વચ્ચે વાત આગળ નીકળી શકે છે, જ્યારે હાર્દિક પંડ્યા અને પંજાબનો બૉલર હાર્ડસ વિલિયન એક-બીજાની સામસામે આવી ગયા.
આ ઘટના 12 અને 13મી ઑવરની વચ્ચેની છે જેની આગલી ઑવરમાં જ મુંબઈનો ઈશાન કિશન રન આઉટ થઇને પેવેલિયન પહોંચ્યો હતો. ક્રીઝ પર હાર્દિક પંડ્યા તેની જગ્યાએ આવ્યો હતો. 12મી ઑવર બાદ મુંબઈનો સ્કૉર 4 વિકેટે 94 રન થયો હતો. પોતાના નવા કેપ્ટન કિરોન પોલાર્ડ અને હાર્દિકથી મુંબઈનાં ફેન્સને ઘણી જ આશા હતા. આ સમયે મુંબઈને જીતવા માટે 104 રનની જરૂર હતી. 13મી ઑવર પંજાબનાં કેપ્ટન આર અશ્વિને હાર્ડસ વિલિયનને સોંપી હતી. જ્યારે વિલિયન પોતાની કેપ એમ્પાયરને આપવા જઇ રહ્યો હતો ત્યારે તેનો ભેટો હાર્દિક પંડ્યા સાથે થયો.
It's getting hot in here
#MIvKXIP pic.twitter.com/MbMkGESJZR
— IndianPremierLeague (@IPL) April 10, 2019
વિલિયન હાર્દિક આગળ ઉભો રહીને તેની સામે ઘુરીને જોવા લાગ્યો. હાર્દિક પણ તેની સામે ઘુરવા લાગ્યો. એવું લાગ્યું કે બંને વચ્ચે કોઈ બોલા-ચાલી થશે, પરંતુ બંને વચ્ચે કોઇ જ વાત-ચીત થઈ નહોતી અને વિલિયન પોતાની કેપ ઉતારીને એમ્પાયરેને આપીને બૉલિંગ માટે જતો રહ્યો હતો. હાર્દિક પણ તેની ક્રીઝ પર આવી ગયો હતો. આ ઑવરનો પહેલો બૉલ વિલિયને વાઇડ ફેંક્યો હતો જેના પર મુંબઈને ચોગ્ગો મળ્યો હતો. ત્યારબાદનાં બૉલ પર પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ વિલિયનની ઑવરમાં કોઇ મોટો શૉટ લાગ્યો નહોતો, પરંતુ આ ઑવરમાં મુંબઈએ 15 રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Video: મેદાન પર સામ-સામે આવી ગયા હાર્દિક પંડ્યા અને વિલિયન, પછી થઇ જોવા જેવી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/hardik-pandya-and-hardus-viljoen-fights-during-mivskxip-match/
via Best Gujarati News

0 Comments