મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં 26 વર્ષનાં ઑલરાઉન્ડર સિદ્ધેશ લાડે આખરે IPLમાં ડેબ્યૂ કર્યું છે. સિદ્ધેશને મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રોહિતને હેમસ્ટ્રિંગનાં કારણે આરામ આપવામાં આવ્યો હતો. સિદ્ધેશે આ તક માટે 1514 દિવસ રાહ જોવી પડી. મુંબઈ ઇન્ડિયન્સે સિદ્ધેશને પહેલીવાર વર્ષ 2015માં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સિદ્ધેશને હાર્દિક પંડ્યાની સાથે ખરીદવામાં આવ્યો હતો. હાર્દિકને રમવાની તક મળી, પરંતુ સિદ્ધેશને 5 વર્ષ સુધી રાહ જોવી પડી.

બુધવારનાં રોજ સિદ્ધેશ મુંબઈ માટે ઑપનિંગ માટે ઉતર્યો હતો. સિદ્ધેશે પોતાના IPL કેરિયરની પહેલી મેચનાં પહેલા બૉલે સિક્સર અને બીજા બૉલે ચોગ્ગો ફટકાર્યો હતો. જો કે તેની આ ડેબ્યૂ મેચની ઇનિંગ વધારે ના ચાલી અને મોહમ્મદ શમીની ઑવરમાં તે આઉટ થઇ ગયો. તેણે 13 બૉલમાં 15 રન બનાવ્યા હતા. સિદ્ધેશે 2013માં પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચમાં ડેબ્યૂ કર્યું હતુ. અત્યાર સુધી સિદ્ધેશ 49 મેચોમાં 43.27ની સરેરાશથી 3592 રન બનાવી ચુક્યો છે, જેમાં 8 સદી અને 22 અડધી સદી સામેલ છે. આ વર્ષે રણજી ટ્રોફીમાં સિદ્ધેશનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. તેણે 7 મેચોમાં 46.57ની સરેરાશથી 652 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 4 અડધી સધી ફટકારી હતી.

સિદ્ધેશ અને મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માનો ખાસ સંબંધ છે. સિદ્ધિશ લાડનાં પિતા દિનેશ લાડ રોહિત શર્માનાં બાળપણનાં કૉચ છે. દિનેશ પોતાના દીકરા સિદ્ધેશનાં પણ કૉચ છે. ઉલ્લેખનીય છે કે આ રોમાંચક મેચમાં મુંબઈનો 3 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં પંજાબ તરફથી કેએલ રાહુલે અણનમ 100 રન બનાવ્યા હતા. તો મુંબઈ તરફથી પૉલાર્ડે 31 બૉલમાં 10 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 83 રન બનાવ્યા હતા અને મુંબઈની જીતમાં મુખ્ય ભૂમિકા નીભાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હાર્દિક પંડ્યા સાથે ખરીદાયેલા આ ખેલાડીએ IPLમાં ડેબ્યૂ માટે જોવી પડી 1514 દિવસ રાહ! appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/siddhesh-lad-debuted-in-ipl-after-1514-days/
via Best Gujarati News

0 Comments