પોલાર્ડના પાવર સામે પંજાબ નતમસ્તક, છેલ્લા બોલે જીતી મુંબઇ ઈન્ડિયન્સ
કિરોન પોલાર્ડે રમેલી આક્રમક ઇનિંગ્સની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને છેલ્લા બોલે ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો.
પંજાબના ચાર વિકેટે ૧૯૭ રનના જવાબમાં મુંબઇની ટીમે સાત વિકેટે ૧૯૮ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. પોલાર્ડે ૩૧ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ૧૦ સિક્સર વડે ૮૩ રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં તેના આઉટ થયા બાદ ભારે રસાકસી થઇ હતી અને એક સમયે મેચ સુપર ઓવરમાં જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
પરંતુ જોસેફે છેલ્લા બોલે બે રન લઇને મુંબઇને રોમાંચક વિજય અપાવ્યો હતો. પંજાબની ઇનિંગ્સમાં લોકેશ રાહુલે ૬૪ બોલમાં ૧૦૦ તથા ક્રિસ ગેઈલે ૩૬ બોલમાં ૬૩ રન ફટકાર્યા હતા.
લોકેશ રાહુલની સદી (100*) અને ક્રિસ ગેઈલની અડધી સદી (63)ની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા છે. મુંબઈને જીતવા માટે 198 રનનો પડકાર મળ્યો છે. પંજાબે અંતિમ 5 ઓવરમાં 66 રન બનાવ્યા હતા.
ગેઈલે 31 બોલમાં 3 ફોર અને 6 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. આ પછી ગેઈલ વધારે ટકી શક્યો ન હતો અને 63 રને બેહરનફોર્ડનો શિકાર બન્યો હતો. તેણે 3 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. ગેઈલ અને રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 12.5 ઓવરમાં 116 રનની ભાગીદારી નોંધાઈ હતી.
મિલર 7, કરુણ નાયર 5 અને કુરૈન 8 રન બનાવી સસ્તામાં આઉટ થયા હતા. આ પછી રાહુલે શાનદાર બેટિંગ કરતા 64 બોલમાં 6 ફોર અને 6 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા.
કિંગ્સ ઇલેવન પંજાબ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈજાના કારણે રોહિત શર્મા આ મેચમાં રમી શક્યો નથી. જેથી પોલાર્ડને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પોલાર્ડના પાવર સામે પંજાબ નતમસ્તક, છેલ્લા બોલે જીતી મુંબઇ ઈન્ડિયન્સ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/mumbai-indians-beats-kings-xi-punjab-by-3-wickets/
via Best Gujarati News
0 Comments