પાકે. અડધી રાત્રે F-16 યુદ્ધ વિમાનોનો આખો કાફલો કર્યો રવાના, ભારતે આપ્યો વળતો જવાબ
આતંકવાદના આકા પાકિસ્તાને વધુ એક વખત ભારતમાં ઘૂસણખોરી કરવાનો અને અડધી રાત્રે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે રાત્રે ત્રણ વાગ્યે પાકિસ્તાનના એફ-16 યુદ્ધ વિમાનોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેના કેટલાક યુદ્ધ વિમાનો પંજાબ બોર્ડર ઉપર આવ્યા હતા. બીજી તરફ ભારતીય એરફોર્સની સતર્કતા અને આક્રમકતાના કારણે પાકિસ્તાનીઓને પલાયન થવાનો વારો આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મિરાજ અને સુખોઈ વિમાન દ્વારા દુશ્મનના વિમાનોને ખદેડી કાઢયા હતા.
રડાર ઉપર મૂવમેન્ટ જોવા મળી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરોઢિયે ત્રણ વાગ્યે ભારતીય વાયુસેનાને પાકિસ્તાનના ચાર એફ-16 અને યુએવીની મૂૂવમેન્ટ જોવા મળી હતી. પંજાબની ખેમકરણ સરહદ પાસે પાકિસ્તાની યુદ્ધ વિમાનો દેખાયા હતા. ભારતે તરત જ સુખોઈ-30 અને મિરાજ વિમાનોનો કાફલો મોકલીને પાકિસ્તાની વિમાનોને ખદેડી કાઢયા હતા. ભારતની આ પ્રતિક્રિયાના કારણે પાકિસ્તાની જહાજો અંધારામાં અલોપ થઈ ગયા હતા.
Sources: At 3 AM today, Indian radars detected a large sized UAV & package of 4 Pakistani F-16s flying close to Indian border in Khemkaran sector in Punjab. India scrambled Su-30MKIs & Mirage jets in response after which the Pakistani jets retreated further into their territory. pic.twitter.com/ZKTbw8zPZo
— ANI (@ANI) April 1, 2019
તપાસ માટે ઘૂસણખોરી કરતા હોવાની શંકા
જાણકારોના મતે પાકિસ્તાની યુદ્ધ વિમાનો સર્વેલન્સ ડ્રોનની મદદથી આગળ વધી રહ્યા હતા. તેઓ ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાની તહેનાતીની માહિતી ભેગી કરવા માટે નીકળ્યા હોવાનું પ્રારંભિક ધોરણે મનાઈ રહ્યું છે. બીજી તરફ કેટલાક જાણકારો માને છે કે ચાર એફ-16 વિમાનો માત્ર જાસૂૂસી માટે નહીં પણ હુમલો કરવાની જ ફિરાકમાં આવ્યા હોવા જોઈએ. પાકિસ્તાન પોતાની આડોડાઈ છોડે તેમ નથી.
ગત મહિને પણ ઘૂસણખોરીના પ્રયાસ થયા હતા
વાયુસેનાના જણાવ્યા પ્રમાણે પુલવામા હુમલા અને ભારતની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સતત એવી જ ફિરાકમાં ફરી રહ્યો છે કે, કોઈપણ રીતે ભારત ઉપર વળતો હવાઈ હુમલો કરવો. આ આ પહેલાં 13 માર્ચે ભારતીય વાયુસેનાને રડારમાં પૂંછ સરહદે બે પાકિસ્તાની ફાઇટર પ્લેન જોવા મળ્યા હતા. રાત્રે સુપરસોનિક બૂમ સંભળાયા બાદ સરહદ પાસે હવાઈ ગતિવિધિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, 2014માં 45 બુરાક યુએવી ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી છેલ્લાં 12 દિવસમાં સાત યુએવી રાજસ્થાન સરહદે ઘૂસ્યા હતા જેના ભારતીય વાયુસેનાએ તોડી પાડયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પાકે. અડધી રાત્રે F-16 યુદ્ધ વિમાનોનો આખો કાફલો કર્યો રવાના, ભારતે આપ્યો વળતો જવાબ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/uav-package-of-4-pakistani-f-16s-flying-close-to-indian-border-in-khemkaran-sector/
via Best Gujarati News
0 Comments