લોકસભાની ચૂંટણી પહેલા બિહારના રાજકારણમાં જોરદાર ગરમાવો આવી ગયો છે. બિહારના રાજકારણના અઢંગ ખેલાડી ગણવામાં આવતા લાલૂ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળના બે ભાગ થઈ ગયા છે. લાલૂ પ્રસાદ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ સ્થાપ્યો છે. જેનું નામ લાલૂ-રાબડી મોર્ચા’ રાખવામાં આવ્યું છે.

આ સાથે જ તેજ પ્રતાપે સારણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની વાત પણ કરી છે. આ બેઠક પરથી આરજેડીના નેતા ચંન્દ્રીકા રાયને મેદાનમાં ઉતારવાને લઈને નારાજ હતાં. ચંન્દ્રીકા રાય તેજ પ્રતાપના સસરા છે. હવે તેઓ પોતાના સસરા વિરૂદ્ધ જ ચૂંટણી લડશે.

એક તરફ લાલુ પ્રસાદ યાદવ જેલમાં છે ત્યાં તેમની વર્ષો પહેલા બનાવેલી પાર્ટી અને પરિવારમાં જ ઉભ્ભા ફાડિયા પડી ગયાં છે. વિદ્યાર્થી રાષ્ટ્રીય જનતા દળના સંરક્ષક પદેથી રાજીનામું આપ્યા બાદ હવે લાલૂ પ્રસાદ યાદવનો મોટો દિકરો તેજ પ્રતાપ યાદવે એક મોટી જાહેરાત કરી છે. તેજ પ્રતાપ યાદવ હવે એક નવી પાર્ટી બનાવી છે. આ સાથે જ રાષ્ટ્રીય જનતા દળમાં રીતસરનો ભૂકંપ સર્જાયો છે.

તેજપ્રતાપ યાદવની પાર્ટીનું નામ લાલૂ રાબડી મોર્ચા રાખ્યું છે. તેજપ્રતાપે કહ્યું હતું કે, તેમની વાત માનવામાં ના આવતા તેમણે આ મોટું પગલું ભર્યું છે.

તેજપ્રતાપ યાદવ પાર્ટી અને પરિવારથી નારાજ છે. તેમની જીદ હતી કે તેમની પસંદના બે ઉમેદવારોને પણ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવી જોઇએ. આ જીદને લઇને તેઓ કોઇની પણ વાત સાંભળી રહ્યાં નથી. પાર્ટીમાં આ વાતને લઇને નેતાઓમાં રોષ છે. આરજેડી નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે, તેજપ્રતાપની જીદની અસર આવનારી ચૂંટણી પર પણ પડશે.

આ પહેલાં તેમણે કહ્યું હતું કે, જો તેમની પસંદગીના ઉમેદવારોને ટિકિટ નહીં આપવામાં આવે તો તે ઉમેદવારો એ સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. સાથે જ તેજપ્રતાપે કહ્યું હતું કે, તેમની જીત માટે તે દરેક સંભવ પ્રયાસ કરશે.

ઉપરાંત તેજપ્રતાપ તેમના સસરા ચંદ્રિકા રાયને સારણ સીટ પરથી ટિકિટ આપવામાં આવતાં નારાજ છે. તેજપ્રતાપે કહ્યું હતું કે, તે આ નિર્ણયને લઇને પણ નારાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post લાલુ યાદવના પરિવાર ને પાર્ટીમાં ઉભ્ભા ફાડિયા, તેજ પ્રતાપે નવો ચોકો રચ્યો, નામ છે ખાસ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/tej-pratap-yadav-son-of-rjd-chief-lalu-yadav-is-likely-to-float-a-new-outfit/
via Best Gujarati News