શાહ મોડી સાંજે અ’વાદમાં, જાણો કયા કારણસર તાત્કાલિક યોજવી પડી CM, ડે.CM સાથે બેઠક
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસે બન્ને પાર્ટીઓએ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પુરી થઇ ગઇ છે. અને ફોર્મ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પણ પુરી થઇ ગઇ છે.
હાલ બન્ને પાર્ટીઓમાં મનામણા અને રિસામણા ચાલી રહ્યા છે. બન્ને પાર્ટીઓમાં અમુક ઉમેદવારોને ટિકીટ નથી મળી તો નારાજ છે, તો અમુક લોકોને પાર્ટીમાં અન્યાય થયો હોવાથી નારાજ છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે મોડી સાંજે અમદાવાદમાં એક બેઠક યોજી હતી.
અમદાવાદમાં અમિત શાહે યોજેલી બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી. અમિત શાહની આ બેઠકમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી, ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. અમિત શાહે ગુરુવારે યોજેલી બેઠક આર.સી પટેલના નિવાસ સ્થાને મળી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને વર્તમાન સ્થિતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠક વિશે જાણવા મળી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણીની ટિકીટ વહેંચણીમાં પાટીદારોની નારાજગી સામે આવી હતી, જેથી તેમને મનાવવા માટે અમિત શાહે બેઠક યોજી હતી. વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી અને સભ્યો સાથે પણ અમિત શાહે મુલાકાત કરી હતી. લોકસભાની ચૂંટણીને લઇને પાટીદારોને મનાવવાના પ્રયાસ ચાલી કરવામાં આવી રહ્યા છે.
અમિત શાહે પાટીદારોના સભ્યો સાથે બેઠક કર્યા બાદ સીજી રોડ પર આવેલી પકવાન હોટલ પાસે આવેલા ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી. કાર્યાલયમાં સંગઠનના સભ્યો સાથે મળીને તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શાહ મોડી સાંજે અ’વાદમાં, જાણો કયા કારણસર તાત્કાલિક યોજવી પડી CM, ડે.CM સાથે બેઠક appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-shah-held-a-meeting-late-in-the-evening/
via Best Gujarati News
0 Comments