ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. બન્ને પાર્ટીઓએ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. આજે મહેસાણાના બહુચરાજીમાં ભાજપનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે કોંગ્રેસને આજે વધુ એક આંચકો મળ્યો હતો. આજે 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટ પટેલ ભાજપમાં જોડાયા હતા, તેમની સાથે તેમના 10 હજારથી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામ લોકો ભાજપના આગેવાનોની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. કિરીટ પટેલના ભાજપમાં જોડાવવાથી કોંગ્રેસની ઉંઘ હરામ થઇ ગઇ છે.

મહેસાણાના બહુચરાજીમાં ભાજપના સંમેલનમાં 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટ પટેલ સહિત આમ આદમી પાર્ટીના રાજેશ પટેલ પણ આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તમને જણાવી દઇએ કે, કિરીટ પટેલનું 72 ચુવાળ કડવા પાટીદાર સમાજમાં આગવું સ્થાન ધરાવે છે અને રાજકીય અને સામાજિક આગેવાન પણ છે.

કિરીટ પટેલ ગુજરાત પ્રદેશ સરદાર પટેલ યુવા 72 સમાજના પ્રમુખ પણ છે. તેઓ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન સાથે પણ જોડાયેલા છે. કિરીટ પટેલ સામાજિક સિવાય અન્ય સેવા સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.

કિરીટ પટેલ કૉંગ્રેસમાંથી છેડો ફાડી આજે જ્યારે બીજેપીમાં જોડાશે, ત્યારે બહુચરાજીમાં કોંગ્રેસની કમર તૂટી શકે છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, કિરીટ પટેલ સાથે 8થી 10હજાર કાર્યકર્તાઓ પણ બીજેપીમાં જોડાશે. જેથી કોંગ્રેસમાં ભડકાની સ્થિતિ ઉદ્દભવી શકે છે. આજે બહુચરાજીમાં યોજાનાર બીજેપીની સભામાં કોંગ્રેસના પંજાને છોડી તમામ લોકો ભગવો ધારણ કરશે.

કિરીટ પટેલ વિશે જણાવીએ તો, તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પૂર્વ સાથી પણ છે. 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીમાં પણ કિરીટ પટેલ જોડાયા હતા. તેઓ 2017માં કોંગ્રેસ માંથી ટિકિટ ના મળતાં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ 2017માં અપક્ષથી ચૂંટણી લડ્યા બાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

આજની બહુચરાજીમાં જે સભા મળવા જઇ રહી છે, તે સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઋત્વિજ પટેલ, રજનીભાઇ પટેલ જેવા અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. અને તેમની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોંગ્રેસ કમર ભાંગી, 72 ચુવાળ પાટીદાર સમાજના પ્રમુખ સહિત 10 હજાર કાર્યકરોએ ધારણ કર્યો કેસરિયો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/today-bahucharaji-mehsana-72-chuval-kadva-patidar-community-will-join-the-bjp/
via Best Gujarati News