લોકસભા ચૂંટણીને લઇને 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન છે, તે પહેલા રાજ્યભરમાં ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને અધિકારીઓને લઇને ચૂંટણી પંચે અલગથી વ્યવસ્થા કરી છે. આ તમામ લોકો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની તૈયારી કરી દીધી છે. લોકસભાની 5 બેઠકો માટે પોસ્ટલથી મતદાન કરી શકાશે. આ પ્રક્રિયામાં સરકારી કામકાજમાં જોડાયેલા પોલીસકર્મી, અધિકારીઓ ત્યાં જઇને પોતાનો વોટ નાખી શકશે.

પંચમહાલ લોકસભા બેઠક પર આજે સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. પંચમહાલ લોકસભા વિસ્તાર લુણાવાડા અને બાલાસિનોરનું મતદાન અને દાહોદ લોકસભા વિસ્તાર સંતરામપુર વિસ્તારનું મતદાન લુણાવાડા ખાતે યોજાયું હતું. જેમાં હિંમતનગરમાં 327, ઈડરમાં 455 કર્મચારી, ખેડબ્રહ્મામાં 1030, પ્રાંતિજમાં 415 કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ સિવાય લુણાવાડા-937, બાલાસિનોર-547 અને સંતરામપુર-946 મળી કુલ- 2430 પોલીસ કર્મીઓનું બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે.

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર આવતી વિધાનસભા સીટોમાં ગાંધીનગર કલોલમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે. આ સાથે જ દેહગામ અને માણસા તાલુકામાં પણ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે.

પંચમહાલ લોકસભા બેઠક પર પોલીસ સ્ટાફ દ્વારા આજે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. મહીસાગરના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર સહીત પોલીસ સ્ટાફનું લુણાવાડા ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાતમાં ECનો મહત્વપૂર્ણ નિર્ણય, પોસ્ટલ બેલેટથી કોણ ક્યા જઇને કરી શકશે મતદાન! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-in-ballot-paper-with-started-voting-process-on-26-loksabha-seats/
via Best Gujarati News