‘લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખે ન મરે’, સોનાની ઈંટો બનાવી આપવાની લાલચમાં 2 શખ્સો ખંખેરાયા!
કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ ગામે વિધિના નામે તાંત્રિકે રૂ.૯૯ લાખ જેવી રકમ પડાવી લીધાનું બહાર આવ્યું છે. બનાવે પંથકમાં સારી એવી ચર્ચા જગાવી છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કાનાભાઈ લખુભાઈ ભાટીયા આહીર પોતાનું માથુ અવારનવાર દુઃખતુ હોય હનુમાનગઢ ગામે રહેતા ઢોંગી તાંત્રિક હરીશ મનુભાઈ લાબડીયા, આકાશ હરીભાઈ લાબડીયા પાસે જઈને માથાના દુઃખાવાની વિધિ કરાવી હતી. આ પિતા-પુત્ર તાંત્રિકે કાનાભાઈને પોતાની તાંત્રિક વિધિની વાતોમાં લઈ વિશ્વાસમાં લઈ લીધા બાદ ખોટી લાલચ આપવાનું ચાલુ કર્યું હતુ.
તમને ધન મળશે, તમને તાંત્રિક વિધિ ધનવાન બનાવી દેશે તેવી લાલચ આપીને કાનાભાઈ તથા અન્ય એક છગનભાઈને વિશ્વાસમાં લઈ તાંત્રિક વિધિ કરી સોનાની ઈંટો બનાવી એ આપવાની લાલચ આપી તાંત્રિક વિધિ કરવાના બહાને અલગ અલગ સમયે કટકે કટકે કુલ રૂ.૮૦ લાખ અને છગનભાઈ પાસેથી કટકે કટકે રૂ.૧૯ લાખ મળી કુલ રૂ.૯૯ લાખ પડાવી ખોટી સોનાની ઈંટો આપી દીધી હતી.
પાછળથી ખબર પડતા કે આ ઈંટો નકલી છે અને તેમની સાથે છેતરપિંડી થઈ છે તેવી જાણ થતા કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખે ન મરે’, સોનાની ઈંટો બનાવી આપવાની લાલચમાં 2 શખ્સો ખંખેરાયા! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/tantriks-cheated-with-two-man-in-saurashtra/
via Best Gujarati News
0 Comments