વિસનગર અને નડિયાદ સહિત ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કેન્દ્ર સરકારે વિસનગર અને નડિયાદની બે નવી મેડિકલ કોલેજની મંજૂરી આપી છે. બંને કોલેજમાં 150-150 બેઠકો એમ કુલ 300 બેઠકોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. હવે ગુજરાતમાં MBBSનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે કુલ 4450 બેઠકો ઉપલબ્ધ થશે.

કેન્દ્ર સરકારે ગુજરાતને બે મેડિકલ કોલેજ ફાળવતાં નીતિન પટેલે વડા પ્રધાન મોદી અને આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાનો આભાર માન્યો હતો. આ સાથે નીતિન પટેલે કહ્યું હતું કે વિસનગરમાં નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર તથા નડિયાદમાં ધર્મસિંહ દેસાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ કોલેજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. છેલ્લા એક વર્ષથી બંને મેડિકલ કોલેજની મંજૂરી માટે પ્રક્રિયા ચાલી રહી હતી. આ બંને મેડિકલ કોલેજમાં ૨૦૧૯-૨૦ થી પ્રવેશ આપવામાં આવશે.

આ બંને મેડિકલ કોલેજની સાથે ૩૦૦-૩૦૦ પથારીની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ પણ ઉપલબ્ધ થશે. જેના કારણે દર્દીઓને ઝડપથી સારવાર મળતી થશે. આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે અમરેલી અને અમદાવાદની એક-એક ગ્રીનફિલ્ડ મેડીકલ કોલેજોમાં ૩૦૦ બેઠકોની મંજૂરી માટે ઇન્સ્પેક્સનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેથી આગામી સમયમાં વધારાની બીજી ૩૦૦ બેઠકોની મંજૂરી પણ મળી જશે.

ગુજરાતના વિદ્યાર્થીઓને ઘર આંગણે મેડિકલનો અભ્યાસ મળી રહે તે માટે ગુજરાત સરકારે આરોગ્ય નીતિ-2016 અમલી બનાવી હતી. જેમાં ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા માટે સરકારે પ્રોત્સાહન યોજના જાહેર કરી હતી. આ યોજનામાં નવી ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા સરકાર દર વિદ્યાર્થી અને MBBSની સીટ દીઠ પાંચ વર્ષ માટે રુ.15 લાખની સહાય મેડિકલ કોલેજોને આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ગુજરાતમાં આ બે જગ્યાએ નવી મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારની મંજૂરી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/deputy-cm-nitin-patel-announces-two-new-medical-college-in-visnagar-and-nadiad/
via Best Gujarati News