ગુજરાતમાં દિવસે ને દિવસે ખેડૂતો આપઘાત કરતાં હોવાના કિસ્સામાં વધારો થયો છે. આજે જૂનાગઢના વંથલીના કણઝા ગામે ખેડૂતે ઝેરી ટીકડી ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કેરીની ખેતી કરતાં વાલજી ભલાણી નામના ખેડૂતે આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. કેરીનો પાક નિષ્ફળ જવાથી વાલજીભાઈએ આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

ગુજરાતમાં એકબાજુ સરકાર ખેડૂતોના અચ્છે દિન આવ્યા હોવાની વાતો કરી રહી છે. તો બીજી બાજુ વધતાં જતાં ખેડૂતોનાં આપઘાતનાં કિસ્સા સરકારની પોલ ખૂલ્લી પાડી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ઘરના મોભીએ આપઘાત કરી લેતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો, પોલીસે ખેડૂતે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જૂનાગઢના વંથલીના કણઝા ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતે ઝેરી ટીકડી ખાઈ આપઘાત કર્યો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/junagadh-farmer-suicide-due-to-crop-failure-in-kanjha-village-of-vanthali/
via Best Gujarati News