ભાવનગરમાં 3 દિવસમાં 3 હત્યાના બનાવ બનતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે બપોરે શહેરના સુભાષનગર વિસ્તારમાં છરીનાં ઘા ઝીંકી એક યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ અગાઉ ઘાંઘળી અને સીદસરમાં બે હત્યાની ઘટના બની ચૂકી છે. માત્ર 72 કલાકના સમયગાળામાં હત્યાની ત્રણ ઘટનાઓ બનતાં ભાવનગરનાં લોકો હચમચી ઉઠ્યા હતા.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો સુભાષનગરના પંચવટી ચોકમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું. ભાગવત સપ્તાહના ભાગરૂપે જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે જિગ્નેશ ભટ્ટ નામનો યુવાન ખૂરશી પર બેઠો હતો. તે સમયે જ પાછળથી આવેલાં રવિ પરમાર નામના શખ્સે પોતાની પાસે રહેલી છરી વડે જિગ્નેશની છાતીમાં ઘા કરી દીધો હતો. અચાનક પાછળથી થયેલાં જીવલેણ હુમલાથી જિગ્નેશ પાંચ ડગલાં પણ ચાલી શક્યો ન હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો.

પંચવટી ચોકમાં આયોજિત ભાગવત સપ્તાહમાં અગાઉ ઘર પાસે ગાડી મૂકવા બાબતે જિગ્નેશ ભટ્ટ અને રવિ પરમાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની દાઝ રાખીને રવિ પરમારે આજે જિગ્નેશ પર ઘાતકી હુમલો કર્યો હતો. હત્યા કરી આરોપી રવિ ફરાર થઈ ગયો હતો. હત્યાના બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશને પીએમ માટે ખસેડી ફરાર રવિને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 72 કલાકમાં ત્રણ હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું ભાવનગર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/three-murders-in-just-three-days-in-bhavnagar/
via Best Gujarati News