ખેરાલુમાં રાયડાની ખરીદીમાં ખેડૂતો પાસેથી નિગમ પૈસા લેતું હોવાની બૂમ
ઉત્તર ગુજરાતના ખેરાલુમાં ટેકાના રાયડાની ખરીદીમાં ખેડૂતો પાસેથી પુરવઠા નિગમ પૈસા લેતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. રાયડો પાસ કરાવવા માટે ખેડૂત દીઠ એક હજારની માંગણી કરવામાં આવતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે.
ખેરાલુ માર્કેટયાર્ડમાં પુરવઠા નિગમ દ્વારા ૧૮મી એપ્રિલથી રાયડાની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહીં છે. ૪૦૦ ઉપરાંત ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હોવા છતાં હજુ સુધી માત્ર ૩૧ ખેડૂતોએ રાયડાનું વેચાણ કર્યું છે. નિગમ દ્વારા આજ દિન સુધી ૮૫૩ બોરીની ખરીદી કરવામાં આવી છે.
મંથરગતિથી ચાલતી કામગીરીથી ખેડૂતો તંગ આવી ગયા છે. બીજી તરફ ખેડૂતોએ જણાવ્યું કે, રાયડાના સેમ્પલ પાસ કરાવવા માટે ખેડૂત દીઠ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી રહીં છે. જો ખેડૂત પૈસા ન આપે તો તેનો રાયડો નાપાસ કરી દેવામાં આવે છે. આ અંગે માર્કેટયાર્ડના ચેરમેને કલેકટર સુધી રજૂઆત કરી હોવા છતાં પણ પુરવઠા નિગમના અધિકારીઓ બેફામ ખેડૂતોને લૂંટી રહ્યા છે.
કેશોદ તુવેરકાંડમાં સ્થળ તપાસનું નાટક
જૂનાગઢ : કેશોદના તુવેરકાંડમાં આજે ગાંધીનગર પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ત્રિવેદી, તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પુરવઠા અધિકારી જહાંગીર બલોચ, અને જૂનાગઢ પુરવઠા મામલતદાર એમ.કે.મોરી સહિતના અધિકારીઓ જૂનાગઢમાં હોવા છતાં, તપાસના નામે મીંડું છે. માત્ર સ્થળ તપાસ કરીને સંતોષ માની લેતા અધિકારીઓ પાસે કોઈ ઠોસ જવાબ નહોતો કે આ તુવેરકાંડ કસર્જાયું કઈ રીતે. આમાં હજુ કોણ કોણ સંડોવાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ખેરાલુમાં રાયડાની ખરીદીમાં ખેડૂતો પાસેથી નિગમ પૈસા લેતું હોવાની બૂમ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/kahraul-rayadani-purchase/
via Best Gujarati News
0 Comments