પેપ્સીકોની ખેડૂતો સામેના દાવામાં મોટો વળાંક, કોર્ટ બહાર સમાધાનની ઓફર
અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની પેપ્સીકોએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા ચાર ખેડૂતોએ અમદાવાદની કોર્મિશયલ કોર્ટમાં કરોડો રૂપિયાનું વળતર મેળવવા માટે દાવો કર્યો છે.
જેમાં શુક્રવારે સુનાવણી દરમિયાન પેપ્સીકો કંપનીએ ખેડૂતો સાથે કોર્ટની બહાર સમાધાન કરવાની ઓફર મૂકી હતી.જેના લીધે આગામી સુનાવણી ૧૨મી જૂનના રોજ રાખવામાં આવી છે. પેપ્સીકો કંપનીએ કોર્ટને જણાવ્યું કે, ખેડૂતો કંપની પાસેથી બટાટાંનું બિયારણ ખરીદે અને કંપનીને જ બટાટાં વેચવા તૈયાર હોય તો ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા તૈયાર છે.
ચાર ખેડૂતો તરફથી વકીલ કોર્ટમાં હાજર થઈને કોર્ટને જણાવ્યું કે, ખેડૂતો સાથે આ બાબતે ચર્ચા કરીને જવાબ રજૂ કરવા માટે સમય આપવો જોઈએ. બાદ કોર્ટે આગામી ૧૨મી જૂનના રોજ સુનાવણી માટે રાખી છે. અમેરિકન મલ્ટિનેશનલ પેપ્સીકો કંપની દ્વારા બટેટાંની એફસી-૫ જાતની ગેરકાયદે ખેતી કરવા બદલ ૯ જેટલાં ખેડૂતો ઉપર પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઈટી અને ફાર્મર્સ રાઈટ (PPV&FR) એક્ટ, ૨૦૦૧ અંતર્ગત કેસ કરવામાં આવ્યા છે.
જો કે આ કેસ ખોટી રીતે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રાજ્યના વિવિધ કિસાન સંગઠનો દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યા હતા. ભારતીય કિસાન સંઘે જણાવ્યું કે, કાયદાની સમજ વિના તેનો દૂરુપયોગ કરી બટેટાની ખેતી અને વેફરના ધંધામાંથી હરીફોને દૂર કરવા પેપ્સીકો કંપનીએ આવી ચેષ્ટા કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પેપ્સીકોની ખેડૂતો સામેના દાવામાં મોટો વળાંક, કોર્ટ બહાર સમાધાનની ઓફર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/american-company-pepsico-offered-out-of-court-settlement-for-potato-farmers/
via Best Gujarati News
0 Comments