કોંગ્રેસ હવે આકરા મૂ઼ડમાં, 300 જેટલા કાર્યકરોને 3 રાજ્યોમાં મોકલશે
ગુજરાતમાં ૨૩મી એપ્રિલે તમામ ૨૬ બેઠકો ઉપર મતદાન પૂરું થતાં ગુજરાત કોંગ્રેસ હવે ૨૫૦થી ૩૦૦ જેટલા કાર્યકરોની ટીમને ત્રણ રાજ્યોમાં કામ કરવા માટે મોકલશે.
ગુજરાતના થાકેલા કાર્યકરો આરામ કરવા માટે અત્યારે વેકેશન ઉપર આરામ માણવા ગયા છે, તેમનું આ વેકેશન આજકાલમાં પૂર્ણ થાય એ પછી તૂર્ત જ ગુજરાતના કાર્યકરોની ફોજ અન્ય રાજ્યોમાં કોંગ્રેસના પ્રચાર કામમાં જોતરાશે.
કોંગ્રેસના સૂત્રો કહે છે કે, ગુજરાતના ગણ્યાગાંઠયા વફાદાર-સંનિષ્ઠ-મહેનતુ કાર્યકરોની ફોજને રાજ્ય બહાર ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવશે. વ્યક્તિગત રીતે કેટલાક કાર્યકરો ઉત્તરપ્રદેશ પણ જવાના છે. રાજસ્થાનમાં ૧૦૦ જેટલા કાર્યકરોને મોકલાશે.
રાજસ્થાન માટેની ટીમ અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠાની રહેશે, અહીંના કાર્યકરો-આગેવાનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે. અન્ય એક ટીમને મધ્યપ્રદેશ મોકલવામાં આવશે, તેમાં પણ ૧૦૦થી ૧૫૦ કાર્યકરો-આગેવાનો રહેશે. પંહમહાલ અને દાહોદની ટીમને મધ્યપ્રદેશમાં કામે લગાડવામાં આવશે.
એ જ રીતે છત્તીગઢમાં પણ એક ટીમ રવાના કરાશે, જેમાં ૫૦થી ૬૦ કાર્યકરો રહેશે. આ ટીમ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને ન્યાય યોજનાનો પ્રચાર કરશે.
નોકરી, આવક બાદ હવે નર્મદા પણ સુકાઈ : એહમદ પટેલનું ટ્વિટ
કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, નોકરી અને આવક જ નહિ પરંતુ ગુજરાતમાં હવે નર્મદા પણ સુકાઈ રહી છે. આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. કોંગ્રેસ કહે છે કે, ગુજરાતમાં છેવાડાના લોકોને આજે પણ પાણી મળતું નથી, મોટા ભાગના ડેમોની હાલત તળિયાઝાટક થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસ હવે આકરા મૂ઼ડમાં, 300 જેટલા કાર્યકરોને 3 રાજ્યોમાં મોકલશે appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/congress-will-send-300-workers-to-three-states-for-campaigning/
via Best Gujarati News
0 Comments