લોકસા।ની અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા બેઠકો ઉપર શહેર હોય કે પ્રદેશ કોંગ્રેસ હોય, તેના હોદ્દેદારોએ ‘વોટ’ને બદલે માત્ર ‘નોટ’ ક્યાંથી મળે, જીત નહીં પરંતુ હાર માટે જ કામ કર્યું હોવાનો ગણગણાટ કોંગ્રેસમાં વહેતો થયો છે. કોંગ્રેસમાં સંગઠનના કેટલાક આગેવાનોએ ફંડ લઈને પણ ચૂંટણીમાં કામ કર્યું નથી.

ચૂંટણી પહેલાં જનમિત્રોની મોટી મોટી વાતો કરી પરંતુ શહેરમાં મોટા ભાગના બૂથો ઉપર કોઈ ખાસ મેનેજમેન્ટ જોવા મળ્યું નહતું. એકંદરે એવું ચિત્ર ઊપસ્યું છે કે, હોદ્દેદારો પૈસા લઈને બેસી ગયા, દેખાડા સિવાય ઠોસ કામ ના કર્યું અને હાથ ઊંચા કરી ઉમેદવારોને ભગવાન ભરોસે મૂકી દીધા.

કોંગ્રેસના સૂત્રો કહે છે કે, અમદાવાદ પૂર્વના અમરાઈવાડી ક્ષેત્રમાં સૌથી વધુ હોદ્દેદારો શહેરના સંગઠનમાં છે પરંતુ આ ક્ષેત્રમાં મોટા ભાગના બૂથો ઉપર પોલિંગ એજન્ટો જ મૂકવામાં આવ્યા નહોતા. વટવા વિસ્તારમાં કોઈ ઠેકાણે કોંગ્રેસની ઓફિસ જ નજરે પડી નહોતી. અમદાવાદ પશ્ચિમમાં આ સ્થિતિ રહી હતી. કાર્યકરો કોંગ્રેસના ગઢ ગણાતાં હોય તેવા વિસ્તારોમાં લોકોને મતદાન મથક સુધી દોરી જવા માટે કોઈ જ કામ કર્યું નથી.

જુહાપુરા-સરખેજ વિસ્તારમાં કોંગીના ગઢ મનાય છે તેવા કેટલાક વિસ્તારોમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો, અસામાજિક તત્ત્વો ચૂંટણી સાહિત્ય ઝૂંટવીને લઈ ગયા, છતાં કોંગ્રેસે માત્ર તમાશો જોયો. ફેરમતદાન માટે કોઈ ઠોસ માગણી કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોંગ્રેસના હોદ્દેદારોએ ‘વોટ’ને બદલે  ‘નોટ’, જીત નહીં, હાર માટે કામ કર્યું  appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/congress-acted-for-not-win-defeat-instead-of-vote/
via Best Gujarati News