બની બેસેલા ગોડમેન આસારામ અને તેના પુત્ર નારાયણ સામે બળાત્કાર જેવા સંગીન આરોપો સાથે ગુનો નોંધાયા જ તેમના કટ્ટર સાધકો બેબાકળાં બન્યા હતાં. આશુમલમાંથી આસારામ સુધીની સફર અને ઊભંુ કરેલુ સામ્રાજ્ય આ રીતે કડડડભૂસ થતાં તેઓ જોઇ શક્યા ન હતાં. દસ વર્ષ જુના આ કેસમાં પોલીસ પાસે ન તો સ્થળ ઉપરના કોઇ પુરાવા હતાં, કે ન હતાં સાંયોગિક પુરાવા. આખો કેસ સાક્ષીઓ ઉપર ટકેલો હતો.

આ સાક્ષીઓ પણ એ જ હતાં કે જેઓ આસારામ  અને નારાયણની નજીક રહી તેમની સેવા કરી ચૂક્યા હતાં. સાધકો કેસમાં સાક્ષીઓ બને તો તેમની જુબાનીનું મહત્ત્વ વધી જાય અને કેસ પુરવાર થવાની શકયતાં પણ વધે. આ કારણોસર જ સાક્ષીઓ ઉપર ખૂની હુમલા કરી તેમના ડરાવવા, કેસમાંથી હટી જાય એની સ્થિતિ ઊભી કરવાનું કાવતરું પણ રચાયું હતું.

સૌ પ્રથમ ૨૮મી ફેબ્રૂઆરી, ૨૦૧૪ના રોજ કટ્ટર સાધકોએ ફરિયાદીના પતિ ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ૧૦મી માર્ચ, ૨૦૧૪ના રોજ અડાજણમાં કેનાલ રોડ ઉપર અન્ય એક સાધકને ટાર્ગેટ કરાયો હતો. ૧૬ માર્ચ ૨૦૧૪ના રોજ પૂર્વ સાધક દિનેશ ભાલચંદાણી પર એસિડ હુમલો થયો હતો.

૨૩ મે, ૨૦૧૪ના રોજ આસારામના એક સમયના અંગત વૈદ્ય અમૃત પ્રજાપતિ ઉપર રાજકોટમાં ફાયરિંગ કરાયું હતું. ગળાના ભાગે જ ગોળી ધરબી દેવાતાં તેઓ ગંભીર ઇજા પામ્યા હતાં. પખવાડિયાની સારવાર બાદ ૧૦ જૂને તેમનું મોત નિપજ્યુ હતું. ૧૧મી જાન્યૂઆરી, ૨૦૧૫ના રોજ કેસના મહત્વના સાક્ષી એવા અખિલેશ ગુપ્તાને ઉત્તરપ્રદેશના મુઝફ્ફર નગરમાં ટાર્ગેટ કરાયા હતાં.

વરસો સુધી આસારામના અંગત રસોઇયા રહેલા ગુપ્તા ઉપર ખૂની હુમલો કરાયો પણ તેઓ ઉગરી ગયા હતાં. છેલ્લે ૧૩મી મે, ૨૦૧૫ના રોજ નારાયણ સાંઈના અંગત સેવક કહો કે સહાયક રહી ચૂકેલવા મહેન્દ્ર ચાવલાનો વારો આવ્યો હતો. હરિયાણાના પાણીવતના રાનૌલી વિસ્તારમાં રહેતાં ચાવલના ઘરે શૂટર મોકલાયા હતાં. ચાવલા ઉપર ફાયરિંગ તો કરાયું પરંતુ તેઓ ભાગ્યા હતાં. શૂટરોએ વધુ ગોળીબાર કરતાં ચાવલાને પીઠના ભાગે ગોળી વાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આસારામ-નારાયણ સામે બળાત્કારના કેસમાં 1 સાક્ષીની હત્યા તો 7 પર હત્યારા હુમલા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/asaram-narayan-sai-rape-case-one-witness-killed-and-7-killer-on-attacks/
via Best Gujarati News