મોરબી: બે કાર વચ્ચે ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત, બંને કારનું વળી ગયું પડીકું
મોરબીના માળિયા તાલુકાના માણાબા ગામ પાસે કચ્છ-અમદાવાદ હાઈવે પર બે કાર વચ્ચે થયેલ ગોજારા અકસ્માતમાં 6 લોકોનાં કરુણ મોત નિપજ્યા હતા. ખેડબ્રહ્માના પટેલ પરિવારની બે મહિલા સહિત ચાર અને ગાંધીનગરના શાહ પરિવારમાંથી બે ભાઈઓનાં મોત નિપજ્યા હતા. પટેલ પરિવારની કાર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી સામે આવતી પટેલ પરિવારની કાર સાથે ટકરાઈ હતી.
કચ્છ-અમદાવાદ હાઈવે પર માળિયા તાલુકાના માણાબા ગામ પાસે આજે બે કાર વચ્ચે થયેલ ગોજારા અકસ્માતમાં 6 લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતા. જેમાં ખેડબ્રહ્માના પટેલ પરિવારની બે મહિલા સહીત ચાર અને ગાંધીનગરના શાહ પરિવારનાં બે ભાઈઓનાં એમ કુલ 6 લોકોનાં મોત થયા હતા. પટેલ પરિવારની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાતાં અમદાવાદ તરફ જઈ રહેલી શાહ બંધુઓની બલેનો કાર પર પડી હતી અને આ કરુણાંતિકા સર્જાઈ હતી.
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના અમદાવાદ-કચ્છ હાઈવે પરના માણાબા ગામ પાસે આજે સાંજના સાડા ચારેક વાગ્યે કચ્છ તરફથી ગાંધીનગરના શાહ બંધુઓ શરવીન કિરીટભાઈ શાહ અને ચિરાગભાઈ કિરીટભાઈ શાહ પોતાની બલેનો કારમાં અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. અચાનક જ તેમની કાર પર સામેના રોડ પરથી કચ્છ તરફ લગ્ન પ્રસંગમાં જઈ રહેલ ખેડ્ભ્રહ્માના પટેલ પરિવારના હરિભાઈ પટેલ ,નરશીભાઈ પટેલ , નર્મદાબેન પટેલ , દેવકીબેન પટેલ અને વિમલાબેન પટેલની સેવરોલેટ કાર અચાનક ખાબકી હતી. કચ્છ તરફ જઈ રહેલ પટેલ પરિવારની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાતાં ખાતાં સામેના રોડ પર આવી રહેલ શાહ બંધુઓની કાર પર પડી હતી. અને આ ટક્કરમાં બંને કારનો ભુક્કો બોલી ગયો હતો.
બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે પટેલ પરિવારની બે મહિલા અને બે પુરુષ તેમજ શાહ બંધુઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જયારે પટેલ પરિવારની બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નિપજ્યું હતું. જયારે આ ગોજારી ઘટનામાં માત્ર વિમલાબેન પટેલ જ બચ્યા હતા. બાકી તમામ લોકો કાળનો કોળીયો બની ગયા હતા. માળિયા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતકોની લાશને પીએમ માટે માળિયાની હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોરબી: બે કાર વચ્ચે ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત, બંને કારનું વળી ગયું પડીકું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/morbi-collision-between-two-cars-on-maliya-highway-5-dead-on-the-spot/
via Best Gujarati News


0 Comments