અલ્પેશની કોંગ્રેસને ચીમકી, ‘હું રાજીનામું નહીં આપું, જો છીનવ્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહો’
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સામે આક્રમક મૂડમાં છે. અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરવા માટે અરજી કરી હતી. ત્યારે પાટણમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ચીમકી આપતાં કહ્યું કે, હું રાધનપુરના ધારાસભ્યપદેથી કોઈપણ ભોગે રાજીનામું આપવાનો નથી, જનતાએ મને જીતાડ્યો છે. અને પાર્ટી દ્વારા જો કોઈ ખોટાં પગલાં ભરવામાં આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે.
લોકસભા ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં ઠાકોર સેનાના યુવાનોને પક્ષમાં યોગ્ય સ્થાન ન મળતું હોવાનું આરોપ લગાવી કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. જે બાદ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા અરજી કરી હતી.
કોંગ્રેસે ધારાસભ્ય પદ રદ કરવાની અરજી કરતાં જ અલ્પેશ ઠાકોર ઉકળી ઉઠ્યા હતા. અને પાટણમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં ઠાકોરે કહ્યું કે, હું રાધનપુર ધારાસભ્ય પદેથી કોઈપણ ભોગે રાજીનામું આપવાનો નથી. મને જનતાએ જીત અપાવી છે. હું વિધાનસભામાં રહેવા માંગુ છું અને રહેવાનો છું. લોકોએ મને જે ધારાસભ્ય પદ આપ્યું છે તે હું કેવી રીતે છોડી શકું. મારે રાધનપુર વિસ્તાર માટે ખૂબ કામ કરવાનું છે. કોંગ્રેસે ચૂંટણી પહેલાં કેમ કાર્યવાહી ના કરી. જો પાર્ટી દ્વારા કોઈ ખોટાં પગલાં ભરવામાં આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આડકતરી ધમકી આપી કે, મારા સમર્થનમાં કોણ કોણ નેતાઓ છે તે પત્તા સમય આવશે ત્યારે ખોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કોંગ્રેસે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. તો કોંગ્રેસે બિહારના સહપ્રભારી પદેથી પણ અલ્પેશ ઠાકોરને હટાવી લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશની કોંગ્રેસને ચીમકી, ‘હું રાજીનામું નહીં આપું, જો છીનવ્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહો’ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/aplesh-gave-warning-to-congress/
via Best Gujarati News
0 Comments