અ’વાદ પૂર્વની ગેંગરેપ પીડિતાનું મોત, 4 લોકોએ ફોર્મ ભરવાની લાલચ આપી ગુજાર્યો હતો બળાત્કાર
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી પર 4 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આજે વળાંક આવ્યો છે. અમદાવાદ પૂર્વની ગેંગરેપ પીડિતાનું મોત થઇ ગયું છે.
હાલ મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ પૂર્વની ગેંગરેપ પીડિતાનું મોત નિપજ્યું છે. ચાર લોકોએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તે ગર્ભવતી બની હતી, જેને લીધે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. એવું કહેવાઇ રહ્યું છે કે 20 વર્ષીય યુવતીને કિડની પર ગંભીર અસર થતાં તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. યુવતીને મૃત બાળક અવતરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
હોસ્પિટલમાં 20 વર્ષીય યુવતીએ ચાર લોકોએ દુષ્કર્મ આચર્યાનું નિવેદન આપ્યું હતું. આજે પીડિતાને કિડની પર ગંભીર અસર થતા મોત થયું છે. આ ઘટનામાં 4 શખ્સોએ 20 વર્ષીય યુવતીને B.COMની પરીક્ષામાં એટીકેટીનું ફોર્મ ભરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેની સાથે 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ યુવતીને પોતાના સાથે દુષ્કર્મ થતાં આ ઘટનામાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાને આટ આટલો સમય વીતી ગયો હોવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ ઘટનાને એક મહીના જેટલો સમય વીતી ગયો છે. ગેંગરેપ કેસની તપાસમાં રામોલ પોલીસ નિષ્ફળ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અ’વાદ પૂર્વની ગેંગરેપ પીડિતાનું મોત, 4 લોકોએ ફોર્મ ભરવાની લાલચ આપી ગુજાર્યો હતો બળાત્કાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/victim-woman-death-during-medical-treatment-in-ahmedabad/
via Best Gujarati News
0 Comments