બોક્સઓફ્સિ પર શૌર્ય અને દેશદાઝની ફ્લ્મિોનું મીટર હિટ છે!
ફિલ્મોગ્રાફ : દિવ્યેશ વેકરીયા
એક વખત જે ફેર્મ્યુલા સાથે સક્સેસ જોડાઈ જાય તે ટ્રેકને પકડી રાખવાની પરંપરા દરેક ફ્લ્ડિમાં જોવા મળે છે. ખાસ કરીને સિનેમાનો પ્રવાહ તો આ સક્સેસ ફેર્મ્યુલાને જ્યાં સુધી ફ્લોપનું ટેગ લાગવાનું શરૂ ન થાય ત્યાં સુધી ઢસડી કાઢે છે. ભારતીય સિનેમામાં સક્સેસની નવી ફેર્મ્યુલામાં એક દેશભક્તિની ફ્લ્મિોનો ઉમેરો થયો છે. દેશભક્તિની ફ્લ્મિો આપણે ત્યાં બનતી આવી છે અને બનતી જ રહેશે.
સમયકાળે આ રાગ બદલાયો છે. પાકિસ્તાન સામે બૂમબરાડા પાડીને સન્ની દેઓલે દેશભક્તિનો અવાજ બુલંદ કર્યો હતો તો અક્ષય કુમાર હાલમાં સાંપ્રત સમસ્યાઓ પર ફ્લ્મિો કરીને દેશભક્તિની વાત કરી રહ્યા છે. સરહદ પર લડતા વીર જવાનો, ભારત માટે ત્યાગ, બલિદાન આપતાં નાગરિકોથી લઈને ઐતિહાસિક પાત્રો પર ફ્લ્મિો બની છે. હાલમાં આ પ્રકારની સંખ્યાની ફ્લ્મિોમાં સખત વધારો થયો છે.
આ વર્ષની બ્લોકબસ્ટર શરૂઆત જ ‘ઉરી’ ફ્લ્મિથી થઈ હતી. ભારતીય સૈન્ય દ્વારા થયેલી ર્સિજકલ સ્ટ્રાઈક પર આ આખી ફ્લ્મિ હતી. નાના બજેટમાં બનેલી ફ્લ્મિમાં સૌથી વધુ વકરો કરનારી ફ્લ્મિ ‘ઉરી’ હતી. ભારતીય સિનેમાના ઈતિહાસમાં ભારત દેશની અંદર સૌથી વધુ કમાણી કરનારી દસ ફ્લ્મિોમાં ‘ઉરી’નું નામ આવી ગયું છે. મતલબ કે દર્શકોને દેશભક્તિની વાત અનોખા અંદાજ સાથે કરવામાં આવે તો તેને હિટ કરી આપે છે.
‘ઉરી’ પછી તરત જ એક સરસ મજાની ફ્લ્મિ આવી હતી ‘૭૨ અવર્સ માર્ટયર વૂ નેવર ડાઈ’. ફ્લ્મિના હીરો અવિનાશ ધયાનીએ જ ફ્લ્મિનું દિગ્દર્શન કર્યું હતું. આ ફ્લ્મિ મહાવીર ચક્ર વિજેતા રાઈફ્લ મેન જશવંત સિંહ રાવલ પર હતી. જેમણે ફ્લ્મિ જોઈ તેમને ગમી પણ જોવાવાળો વર્ગ ખૂબ નાનો હતો. એટલે બોક્સઓફ્સિ પર ધાર્યું પરિણામ ન મેળવી શકી. રાઈફેલ મેનની વાત કરતી આ ફ્લ્મિ સૈનિક-સાહસની સારી ફ્લ્મિમાં સ્થાન પામે તેવી છે.
ભારતીય ઈતિહાસના શહાદત, શૌર્ય અને બલિદાનની અમર ગાથામાં રાણી લક્ષ્મીબાઈનું નામ હંમેશાં ગુંજતુ રહેવાનું. રાણી લક્ષ્મીબાઈની પરાક્રમ કથાને પડદા પર ‘મણિકર્ણિકા’ નામની ફ્લ્મિથી કંડારવામાં આવી. ફ્લ્મિ સાથે આંતરિક વિખવાદ જોડાયેલો હતો પણ દર્શકોએ આ ફ્લ્મિને સો કરોડ કલબની હિટ કેટેગરીમાં સ્થાન આપ્યું. કંગના રનૌતે પોતાના દમ પર આ ફ્લ્મિને હિટ બનાવી હતી. ૧૮૫૭ના વિપ્લવ કાળના સંસ્મરણો યાદ કરાવતી આ ફ્લ્મિ આમિર ખાનની ‘મંગલપાંડે’ કરતાં બહેતર સાબિત થઈ.
ભારતમાં અંગ્રેજ હકુમતનો ઝંડો ફ્રકાયેલો હતો ત્યારના સમયકાળમાં સરાગઢીનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધ વિશ્વના શ્રેષ્ઠ યાદગાર યુદ્ધમાં સ્થાન પામે છે. ૧૦,૦૦૦થી વધુ અફ્ઘાનો સામે જ્યારે ૧૦૦ શીખો વતનની માટી માટે લડે છે. અક્ષય કુમારની લેટેસ્ટ હિટ ‘કેસરી’ ફ્લ્મિમાં આ સત્યકથાને ઉજાગર કરવામાં આવી છે. અક્ષય કુમારનો ફ્લ્મિીટ્રેક પણ દેશભક્તિની ફ્લ્મિોથી ભરપૂર રહ્યો છે. પોલીસ, રો એજન્ટ, સૈનિકથી લઈને પ્રજાને જાગૃત કરતો ગબ્બર બનીને તેણે હિટ ફ્લ્મિો આપી છે.
સરહદ પર સૈનિકો દેશની રક્ષા કરે છે તો દુશ્મનોને બીજા દેશમાં ખોળીને મોતને ઘાટ ઉતારવા માટે આપણાં રો એજન્ટો મોતના મુખમાં જઈને પણ કામ કરે છે. રો એજન્ટની કહાનીઓ આપણે અનેક જોઈ છે.
હાલમાં જ આવેલી જ્હોન અબ્રાહમની ‘રોમિયો અકબર વોલ્ટર’ રો એજન્ટની વાત વાગોળે છે. જ્હોન અબ્રાહમ જેવાં કલાકારોને આ જેનરની ફ્લ્મિ પરફેકટ મેચ થાય છે, પરંતુ દિગ્દર્શક રોબ્બી ગ્રેવાલે સત્યાનાશ વાળી દીધો. કન્ફ્યુઝિંગ કરી દેતું સ્ટોરીટેલિંગ ફ્લ્મિને બોરિંગ બનાવે છે.
આ ફ્લ્મિમાં વાત ભલે રાષ્ટ્રપ્રેમની કરવામાં આવી હોય પણ દર્શકોએ આ રાષ્ટ્રવાદ પસંદ ન પડયો. દર્શકોને દેશદાઝવાળી ફ્લ્મિો જોવી ગમે છે તેનો મતલબ એ નથી કે કંઈપણ પીરસો. આ રાષ્ટ્રપ્રેમની થાળીને મનોરંજનથી સ્વાદિષ્ટ બનાવવામાં આવે તો જ બોક્સઓફ્સિ પર હિટનું ટેગ મેળવી શકે. અન્યથા ‘રોમિયો અકબર વોલ્ટર’ જેવા હાલ થાય.
સલમાન ખાનની આવનારી ફ્લ્મિોમાં એક ‘ભારત’ છે. ફ્લ્મિનું નામ સાંભળીને જ અંદાજ આવી જાય કે આ ફ્લ્મિ કેવા રંગે રંગાયેલી હશે. ફ્લ્મિના ટીઝર પ્રોમોનો એક સંવાદ જ એ બાતવી દે છે. ‘અકસર લોગ મુઝે પુછતે હૈ કી મેરા સરનેમ ક્યા હૈ, જાતિ ક્યા હૈ, ધરમ ક્યા હૈ ર મૈં ઉનસે મુસ્કુરા કે કહેતા હું ઈસ દેશ કે નામ પે મેરે બાબુજીને મેરા નામ ભારત રખા, અબ ઈતને બડે નામ કે આગે જાતિ, ધર્મ નામ લગા કે ના તો અપના ર ના હી ઈસ દેશ માન કમ કર સકતા હું’. ફ્લ્મિનો સંવાદ જ આખી વાત બયાન કરે છે કે વિવિધતામાં એકતાની વાતો કરનારો દેશ જાતિ, ધર્મ અને પ્રાંતના ટુકડાંમાં વહેંચાયેલો છે. તેને અખંડ બનાવી શકે તો તે છે એકમાત્ર નામ, ભારત. સલમાનની આ ફ્લ્મિ ઈદ પર રજૂ થવાની છે. ફ્રી વખત તેની સાથે જોડીદારની ભૂમિકામાં કેટરિના કૈફ છે. તો સોશિયલ મીડિયા હોટ ગર્લ દિશા પટણી પણ છે. આ ફ્લ્મિનું દિગ્દર્શન અલ્લી અબ્બાસ ઝફ્રે કર્યું છે.
બોક્સઓફ્સિ પર રાષ્ટ્રવાદ હિટ છે. દર્શકોને મજો પણ પડે છે. પરંતુ એ રાષ્ટ્રવાદના નામે માથાના વાળ ખેંચી નાખવાનું મન થાય તેવી ફ્લ્મિ બનાવો તો નિષ્ફ્ળતા જ મળે.જોકે આ વર્ષે રાષ્ટ્રવાદ ફિલ્મોમાં હિટનો રેશિયો મોટો છે.
vekariadivyesh@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બોક્સઓફ્સિ પર શૌર્ય અને દેશદાઝની ફ્લ્મિોનું મીટર હિટ છે! appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/box-on-the-heroic-and-de/
via Best Gujarati News
0 Comments