એમેઝોન કંપનીનો સ્થાપક અને કંપનીના ૧૪૯ અબજ ડોલરના શેરનો ધણી જેફ બેઝોસ હાલમાં પત્ની મેકેન્ઝીને ૩૬ અબજ ડોલરના શેર આપીને પત્નીથી છૂટો થયો. છૂટી પડેલી મેકેન્ઝીએ કંપનીના શેરોની માલિકીમાં પતિનો ૭૫ ટકા હિસ્સો રહેવા દીધો. છતાં, એને જેટલા ડોલર મળ્યા તેના જોરે મેકેન્ઝી આજની તારીખે દુનિયાની ચોથા નંબરની સૌથી અમીર મહિલા બની ચૂકી છે. મેકેન્ઝી સમજદાર ગણાય. ચોથો નંબર ઓછો ન કહેવાય. એણે ઝાઝો લોભ ન કર્યો. એણે પતિ પાસેથી પચાસ ટકાને બદલે પચ્ચીસ ટકા શેર મેળવીને સંતોષ માની લીધો.

આમ તો પતિ-પત્નીને સારું બનતું હતું. બંને ૧૯૯૩થી જોડાયેલા હતા. પછી સંબંધો કથળ્યા અને બંનેએ છૂટાં પડવાનો નિર્ણય જાહેર કર્યો. એ જાહેરાત પછી તરત એવું પણ બહાર આવ્યું કે પતિ જેફ્ને મીડિયા પર્સનાલિટી લોરેન સાન્ચેઝ સાથે લફ્રું હતું. જોકે, એ તો પતિ-પત્નીના સંબંધ કથળી ચૂક્યા પછીનું લફ્રું હતું, એ લફ્રું સંબંધ-વિચ્છેદનું કારણ નહોતું એ વાતે પૂરતી સ્પષ્ટતા કરવામાં આવી.

ખેર, ન્યૂઝ એ છે કે છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મેકેન્ઝીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરીઃ “લગ્નના અંતની પ્રક્રિયા પુરી થઈ. હવે અમે (જેફ અને હું) અમારાં સંતાનોનાં સંયુક્ત માતા-પિતા તરીકે અને મિત્રો તરીકે જીવનનો નવો તબક્કો શરૂ કરીશું.” જેફે પણ ટ્વીટ કર્યું, “મેકેન્ઝીએ (છૂટાછેડાની પ્રક્રિયામાં) આપેલા સહકાર બદલ અને તેની ઉદારતા બદલ હું તેનો આભારી છું.”

એનાથી પણ લેટેસ્ટ ન્યૂઝ એ છે કે જેફ્ની નવી પ્રેમિકા લોરેને તેના પતિથી છૂટાછેડા લેવાની અરજી દાખલ કરી દીધી છે. શક્ય છે કે પતિથી છૂટી પડીને એ જેફ જોડે જોડાઈ જાય. ભગવાન સૌને રાજી રાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ છૂટાછેડા સસ્તામાં પત્યા કહેવાય? appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/the-divorce-in-the-money-divorce/
via Best Gujarati News