શાહી પરિવારમાં અશ્વેત પ્રિન્સેસ સાથે રંગભેદ?
બ્રિટનના શાહી પરિવારની નાની પુત્રવધૂ મેઘન મર્કલ સાથે રંગભેદી નીતિ અપનાવવામાં આવી રહી હોવા વિશેની વાતો ચગી રહી છે. ખાસ તો, મોટી પુત્રવધૂ કેટ શ્વેત છે અને નાની પુત્રવધૂ અશ્વેત છે એ વાતે સમગ્ર બ્રિટિશ પ્રજા અને મીડિયા જાણે અશ્વેત પુત્રવધૂ મેઘન પ્રત્યે અણગમો દર્શાવી રહ્યું હોય એવો જે માહોલ જામ્યો છે તે વિશે કેટલાક બ્રિટિશરો દેશના અન્ય નાગરિકોને સમજાવવા મથી રહ્યા છે કે આવો રંગભેદી અભિગમ આપણને શોભતો નથી.
મોટી અને નાની પુત્રવધૂ વચ્ચે અણબનાવની સાચી-ખોટી વાતો ચગાવવામાં આવી રહી છે. માની લો કે દેરાણી-જેઠાણી વચ્ચે ખરેખર થોડો ખટરાગ હોય તો પણ, એ તો કહાની ઘર ઘર કી તરીકે સ્વીકારી લેવો રહ્યો અને આખી વાતમાં શ્વેત પ્રજા મહાન અને અશ્વેત પ્રજા તો હોય જ ખરાબ, એવો જો ટોન આવી જતો હોય તો એ શરમજનક છે એ પ્રકારના લેખો અને ચર્ચાઓનું પ્રમાણ વધ્યું હોવાનું હમણાં હમણાંથી જોવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શાહી પરિવારમાં અશ્વેત પ્રિન્સેસ સાથે રંગભેદ? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/in-the-royal-family-black-p/
via Best Gujarati News
0 Comments