જગતમાં પ્રચંડ ખ્યાતિ ધરાવતી ગાયિકા-અભિનેત્રી બ્રિટની સ્પીયર્સ માનસિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ થઈ છે. વિખ્યાત હસ્તી દ્વારા જાહેરમાં એ વાતનો સ્વીકાર કરવો કે હા, હું માનસિક સારવાર લઈ રહી છું, એ બહુ મોટી વાત છે.

બ્રિટનીએ આવી હિંમત દેખાડી એ બદલ તેને બિરદાવવામાં આવી રહી છે. બ્રિટનીની પરેશાનીનું મૂળ કારણ છે વૃદ્ધ પિતાની બીમારી. હાલમાં જ બ્રિટનીના પિતાને ૨૮ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. હોસ્પિટલની એ દોડાદોડી અને ટેન્શનને લીધે બ્રિટનીએ પોતાનું નિયમિત કામ બંધ કરવું પડયું, શો રદ કરવા પડયા, ૧૨ અને ૧૩ વર્ષના બે સંતાનોની સંભાળમાં પણ એ થોડી ઢીલી પડી, બોયફ્રેન્ડ સેમ અસગરી સાથેના એના સંબંધમાં પણ થોડું સુક્કાપણું આવી ગયું. આ બધાને લીધે મનથી સહેજ ભાંગી પડેલી બ્રિટનીએ ફ્રી બેઠા થવા માટે માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ થવાનો જે નિર્ણય લીધો તેને તેના પ્રેમી સેમે પણ હૃદયપૂર્વક વધાવ્યો છે.

અને એક ખાસ વાત. ઘરની એક વ્યક્તિ ગંભીર રીતે બીમાર હોય ત્યારે તેની સારવાર દરમિયાન સ્વજનો જે સ્ટ્રેસ લે છે તેને લીધે સ્વજનોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે એ વાતની બ્રિટનીએ જે રીતે કબૂલાત કરી છે અને આ મુદ્દા તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે તે કાબિલ-એ-દાદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બ્રિટની સ્પીયર્સ માનસિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ થઈ છે! appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/britney-spears-psychic/
via Best Gujarati News