બુલિયન વોચ : નલિની પારેખ

૨૦૧૮ના વર્ષના હેજ ફંડના વડા પોતાના ગ્રાહકોને સલાહ આપે છે કે, ”આ વર્ષમાં વેપાર કરો.” તો આ સલાહનો અમલ કરો કે ”સોનું ખરીદો અને સ્ટોક વેચો.”

ક્રેસકાટ કેપિટલ LLCના રિપોર્ટ પ્રમાણે લાંબા  ગાળાના  સોદાઓ ર્વિસસ ટૂંકા ગાળાના  વૈશ્વિક શેર્સના સોદાઓ આજે વેપારની દિશા સૂચવે છે. મુખ્યત્વે જણાય  છે કે હાલ સોનાની માલિકી મેળવીને તમો પોતાના નાણૌંના જોખમને સ્ટોક બજારની નરમાઈ સામે રક્ષણ મેળવી શકો છો. આ ઉપરોક્ત ક્રેસકાટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર  કેવિન સ્મિથ અને ગ્લોબલ મારકોના એનાલિસ્ટ તાવી કોસ્ટા ઉપરોક્ત કથન તરફ તમારું ધ્યાન દોરે છે.

ડેનવર સ્થિત ફર્મ  મંદીની આગાહી કરતા અને સ્ટોક માર્કેટની આ વર્ષની નરમાઈને વધુ મહત્ત્વ આપે છે.

નીચા ભાવે માનસિક રીતે તૈયાર થઈને ખરીદી કરો અને તેજીના ભયે   લોભ કરીને તે સોદાઓને પકડી રાખો.

વેચાણ કરશો તો વેચાણ વધશે અને આવી જ રીતે નરમાઈમાં મંદી ફૂલેફાલે છે. તમોને ટૂંકા ગાળામાં આવતો ઓછો નફો નજરે ચડશે તથા બજારનું અધ્યયન કરી  તેનું અવલોકન કરીને મૂલ્યાંકન કરી તેનું સ્મિથ અને કોસ્ટા જણાવે છે. બજાર ધારે છે તેના કરતાં મંદી વધુ નજીકમાં આવીને તમોને ભયગ્રસ્ત કરે છે તેવું સ્મિથ અને કોસ્ટા ઉમેરે છે. ક્રેસકાટના મારકો મોડેલ દાખવે છે કે આ નરમાઈનો બહોળો ફેલાવો આવતા ઘણાં ક્વાર્ટરોમાં તમોને દેખાશે. સૌ પ્રથમ અમેરિકન સ્ટોક માર્કેટ તથા કોર્પોરેટ બજારની શાખની હવામાં પંચર પડશે અને ફુગ્ગો ફૂટશે. તુરતમાં ફાટે. આ પ્રમાણે વેપારના ચડ-ઊતરની સાઈકલ ચાલતી રહેશે.

હાલના તબક્કે ક્રેસકાટ સોનાના ભાવમાં તેજી મૂકે છે તથા યુઆનમાં લાંબા ગાળાના સોદાઓને ઊભા રાખે છે. આ અરસામાં શેરબજારની વૈશ્વિક પોઝિશન ઘટાડી રહી છે.

ક્રેસકાટ ઉમેરે છે કે, અમો સોનું તથા ચાંદી બંને ધાતુનો સ્ટોક ધરાવીએ છીએ અને ૭૫ ટકા જેટલો વેપાર ગ્લોબલ મારકો ફંડની પોઝિશન દાખવે છે. આ મૂલ્ય દાખવતો વેપાર છે. ગ્લોબલ મારકોનો વેપાર હજી આવતા બે-ત્રણ વર્ષ વૈશ્વિક આર્થિક નરમાઈને કારણે ચીનના અર્થતંત્ર પર ઘેરી અસર પાડે અને ટૂંકા ગાળાની પોઝિશનની રમત રમીને અમેરિકાની મંદીને અનુસરે. સોનામાં  રોકાણ કરનારાઓ આ વસંતની ઋતુમાં નિરાશ નહીં થાય કારણ કે સોનાની લાલઘૂમ તેજી સૌને વધુ નફો કરાવવાની આશા બંધાવશે. સોનું નફો કરાવશે તેના બે મુખ્ય કારણો જોવા મળે છે. પ્રથમ ફેડરલની નવી ઢીલી નાણાકીય નીતિનું વલણ. બીજી તરફ શેર્સમાં વધુ પડતી ખરીદીની પોઝિશન. બુધવારના રોજ કિંમતી ધાતુ માટે મેટલ બુલેટિનના એનાલિસ્ટ બોરિસ મેનેકેરેજાઇ લખીને જણાવે છે. હાલમાં જોઇએ તો ૨૦૧૯ની વસંત સિઝનમાં ફેડનું ઢીલું વલણ અને અમેરિકાના શેરબજારની ભ્રામક સ્થિતિ સોનાને તેજીની હવા આપશે. ફેડે આ અઠવાડિયે જાહેર કર્યું કે તેઓનો વ્યાજ વધારવાનો પ્લાન હાલ તુરત નથી. અમેરિકાનો નરમ આર્થિક વિકાસ તથા જિઓ પોલિટિકલ અસ્થિરતા સાથે સાથે બ્રેક્ઝિટમાં યુકેના પ્રધાનમંત્રી મેની ડામાડોળ સ્થિતિ તથા અમેરિકા અને ચીનના વેપારની મડાગાંઠ સોનાના  ભાવની તેજીને ગતિ આપશે. આ તરફ સેન્ટ્રલ બેન્કોની ખરીદી સાથે સાથે કડક વલણની નીતિથી ડોલર નરમ પડે અને સોનાની માગ વધતા સોનાની તેજીને ટેકો આપશે. શેરોના વેચાણને કારણે ઈન્વેસ્ટરો પોતાનું રોકાણ સોના તરફ ઢોળે ઉપરાંત ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડની સોનાની ખરીદીને કારણે સોનાના ભાવો ઊંચકાય.કદાચ અમેરિકાના શેરબજારમાં થોડો વધારે સુધારો થવાની જગ્યા છે પણ તે રેલી ભ્રામક રહે અને એપ્રિલ માસમાં શેરબજાર તૂટે. અંતમાં કહીએ કે માર્ચ માસમાં સોનાના ઉપર-નીચેના ભાવો જોયા અને ૬ અઠવાડિયા બાદ સૌ ફરી સોનું ખરીદવા નીકળ્યા જેના પરિણામે સોનામાં તેજી નોંધાઈ છે. સૌને સોનામાં તેજી દેખાય છે. આ તેજીનો લાભ લેવા ”સોનું  ખરીદો અને શેર વેચો”ની ઉક્તિ સાચી ઠરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આ વર્ષનો વેપાર- સોનું ખરીદો અને શેર્સ વેચો : ક્રેસકાટ કેપિટલ appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/this-year-trade-gold-shopping/
via Best Gujarati News