એકતરફી તેજી વચ્ચે બેન્ક નિફ્ટી ફ્યૂચર ઓલટાઇમ હાઇ
કોલ-પુટ એન્ડ કોલર : જનક સલ્લા
ડોમેસ્ટિક પોલિટિકલ ફેક્ટરને ધ્યાનમાં રાખતા હાલ માર્કેટમાં વોલેટિલિટીમાં વધારો થવો જોઈએ તેનાથી થોડી વિપરીત સ્થિતિ સર્જાતી જોવા મળી છે. માર્કેટમાં ધારણા પ્રમાણે નિફ્ટી-બેન્ક નિફ્ટી ઈન્ડેક્સમાં વધુ ચંચળતાને બદલે એકતરફી તેજી જોવા મળી છે. ગયા સપ્તાહ માર્ચ એક્સ્પાયરી ધારણા પ્રમાણે બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ ૩૦,૫૦૦ની નજીક બંધ આપ્યું જેમાં હાલ નવો ઈન્ટ્રાડે હાઈ ૩૦,૪૯૯ સપ્તાહના અંતે જોવા મળ્યો. ડેરિવેટિવ્સ એપ્રિલ એક્સ્પાયરી ફ્યૂચરમાં ખાસ્સી મૂવમેન્ટ જોવા મળી. જેમાં બેન્ક નિફ્ટી ફ્યૂચરમાં ઉપરમાં ૩૦,૯૧૫ ઈન્ટ્રાડે ટ્રેડ બન્યો તો નીચેમાં ૩૦,૪૦૮.૫૫ પર ટ્રેડ બન્યા બાદ શુક્રવાર અંતે ફ્યૂચર ૩૦,૫૦૦.૦૫ પર બંધ આપ્યું. સપ્તાહની શરૂઆત કરેક્શન સાથે થઈ હતી તેમાં ફરી રિકવરી થતાં ૩૦,૫૦૦ના લેવલ પર ઓપ્શન પ્રીમિયમમાં નવેસરથી બાઈંગ બનતું જોવા મળ્યું. બેન્ક નિફ્ટી ૨૫ એપ્રિલ એક્સ્પાયરી મંથલી ઓપ્શનમાં એટ-ધી-મની ૩૦,૫૦૦ના કોલ ઓપ્શનની સ્ટ્રાઈક પર સૌથી વધુ ૩.૫૯ લાખનું ઓપન ઈન્ટ્રેસ બન્યું છે. ૩૦,૫૦૦ના સ્ટ્રાઈક પર ૬૨૭.૯૫ રૂપિયાના સ્ટ્રાઈક પ્રીમિયમ પર ૧૬.૮૨ ટકાની ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ટ્રેડ થતી બંધ આપી છે. હાલ આ સ્ટ્રાઈક પર સારી લિકિવિડી બિડ-આસ્કમાં જોવા મળી છે. જ્યારે કે ૨૯,૦૦૦ની હાલ ઈન-ધી-મની સ્ટ્રાઈક પર વધુ ઓપન ઈન્ટ્રેસ હોવા છતાં (૩.૧૩ લાખનું) બિડ-આસ્કમાં લિક્વિડિટી ઓછી છે. ઈન-ધી-મની હોવાને કારણે તેમાં ટ્રેડ કરવું મુશ્કેલ હોય છે, પરંતુ એપ્રિલ મહિનાની શરૂઆત છે. આ સપ્તાહ તેમાં વોલ્યુમમાં વધારો થતો જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી પુટ ઓપ્શનમાં ૨૯,૫૦૦ના પુટ ઓપ્શનની સ્ટ્રાઈક પર ૨.૩૯ લાખનું ઓપન ઈન્ટ્રેસ ૨૫ એપ્રિલ એક્સ્પાયરી ઓપ્શનમાં નોંધાયું છે જે પુટ ઓપ્શનમાં એટ-ધી-મની નજીક છે. ૨૯,૫૦૦ની સ્ટ્રાઈક પર ૨૭૬ રૂપિયાના સ્ટ્રાઈક પ્રીમિયમ પર ૨૧.૭૫ ટકાની ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ટ્રેડ થતી બંધ આપી હતી. જ્યારે કે પુટ ઓપ્શનનું સૌથી વધુ ઓપન ઈન્ટ્રેસ ૩.૩૭ લાખ સાથે દૂરની આઉટ-ઓફ-ધી મની (ફ્યૂચરથી દૂરની સ્ટ્રાઈક) ૨૮,૫૦૦ની સ્ટ્રાઈક પર નોંધાયું છે. ફ્યૂચરની દૂર હોવાને કારણે પ્રીમિયમ થોડું સસ્તું છે. આ સ્ટ્રાઈક પર ૧૧૯.૪૫ રૂપિયાના પ્રીમિયમ પર ૨૩.૪૧ ટકાની ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ટ્રેડ થતી જોવા મળી છે. આ મહિનો આઉટ-ઓફ-ધી-મની સ્ટ્રાઈકમાં પણ સારું વોલ્યુમ રહેવાની પૂરી શક્યતા છે તેથી સસ્તા પ્રીમિયમ પર દૂરના પુટ ઓપ્શનમાં ખરીદી કરી ટ્રેડ કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post એકતરફી તેજી વચ્ચે બેન્ક નિફ્ટી ફ્યૂચર ઓલટાઇમ હાઇ appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/one-sided-boom-bank-no/
via Best Gujarati News
0 Comments