વેકેશન ટાઇમ- મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટર એક્ટિવ
સેક્ટર વોચ : આશુતોષ દેસાઇ
મલ્ટિપ્લેક્સિસમાં સ્ક્રીન એડિશન, બહેતર કન્ટેન્ટની સાથે એડવર્ટાઈઝમેન્ટ ઈન્કમમાં પણ ઉછાળો, શો સ્ટાર્ટ ટાઈમથી ઈન્ટરવલ ટાઈમમાં પણ એડવર્ટાઈઝમેન્ટના ટાઈમ સ્લોટમાં વધારો, સ્ટ્રોંગ ર્માિજન , મોટા બેનર્સ અને મોટા સ્ટાર્સની અનેક ફ્લ્મિો. મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે મોટી હિલચાલની શરૂઆત થઈ ચૂકી છે. આ ટ્રેન ચૂકવા જેવી નથી. હમણાં નજીકના ભૂતકાળમાં જ આઈનોક્સ મેનેજમેન્ટ તરફ્થી કહેવામાં આવ્યું કે, તેમણે પોતાના મલ્ટિપ્લેક્સ પોર્ટફેલિયોમાં ૪ નવી સ્ક્રીનનું એડિશન કર્યું છે. આ નવા એડિશનને કારણે, કુલ ૬૭ શહેરોમાં ૧૩૭ પ્રોપર્ટીઝમાં આઈનોક્સની કૂલ ૫૬૩ સ્ક્રીન્સ થઈ ગઈ છે. આ સાથે હવે આઈનોક્સના વાર્ષિક આંકડાઓની દૃષ્ટિએ ગ્રોસ બેઝિસ પર ૭૪ અને કુલ ૭૧ નવી સ્ક્રીન્સ એડિશન થઈ ગઈ છે. જોકે ઈન્ડસ્ટ્રીની ધારણા ૭૯ સ્ક્રીન્સની હતી. આ જ રીતે તેની હરીફ કંપની પીવીઆર પણ સ્ક્રીન એડિશનની સાથે જ લક્ઝુરિયસ સ્ક્રીન્સ અને પ્રીમિયમ થિયેટર પ્રોપર્ટી તરફ પોતાનું ધ્યાન વધારી રહી છે.
આ સાથે હાલનો સમય હવે વેકેશન પિરિયડ શરૂ થવા જઈ રહ્યો હોય, થિયેટરમાં ઓક્યુપન્સીના રેશિયોમાં પણ વધારો જોવા મળશે તેવી ધારણા બજારમાં મુકાઈ રહી છે સાથે જ આ બધાં થિયેટર્સની ફૂડ એન્ડ બેવરેજિસની આવકમાં પણ વધારો જોવા મળશે તેમ કહેવાઈ રહ્યું છે. અને આ બધી જ હકીકત સાથે સૌથી અગત્યની જે બાબત છે તે છે કન્ટેન્ટ, બેનર અને સ્ટાર્સ. હવે આ બાબતમાં સમય અને માહોલ બદલાઈ રહ્યો છે એમ એક મલ્ટિપ્લેક્સ કંપનીના સીઈઓ સાથે વાત કરતા દરમિયાન તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવેના સમયમાં મોટા બેનર કે મોટા સ્ટાર્સની અસર એટલી નથી રહેવા પામી જેટલી પહેલાં વર્તાતી હતી. હવે ઓડિયન્સ કન્ટેન્ટને ખૂબ મહત્ત્વ આપે છે અને જો કન્ટેન્ટ અને પરફોર્મન્સ સારું હોય તો કોઈની પણ ફ્લ્મિ હિટ થઈ શકે છે. જેનું ખૂબ સારું ઉદાહરણ આપણને હાલના થોડા સમય પહેલાં જ ફ્લ્મિ ‘ઉરી’માં જોવા મળ્યં હતું. અને હાલના વેકેશન સમયમાં આપણે જોઈએ રહ્યા છે કે ખૂબ સારા કન્ટેન્ટવાળી ઘણી ફ્લ્મિો રિલીઝ થવા જઈ રહી છે જેનો સીધો ફયદો બિઝનેસ પર જોવા મળશે. આ સમયે મલ્ટિપ્લેક્સિસ અને ફૂડ બેવરેજિસ બિઝનેસને કારણે ટોપલાઈન નંબર્સ અને બોટમ લાઈનમાં ફ્રક જોવા મળશે. અને તે સકારાત્મક ફેરફરો હશે તેમ તેમણે જણાવ્યં હતું.
બીજી તરફ હવે ડિજિટલનો જમાનો છે અને સોશિયલ મીડિયા જનરેશન આજકાલ વેબ સિરીઝ તરફ વળી છે ત્યારે તે ક્ષેત્રે પણ જબરજસ્ત હરીફઈ અને બિઝનેસની શક્યતાઓ રહી છે. જેમાંની એક પેરેન્ટ લિસ્ટેડ કંપની ઈરોઝ આ વિશે વાત કરતા કહે છે કે, ઈરોઝ નાઉના સબસ્ક્રિપ્શનમાં ખૂબ સારો ઉમેરો થઈ રહ્યો છે અને અમને આ ક્ષેત્રે ભવિષ્ય ખૂબ સારું જણાઈ રહ્યું છે. ફ્લ્મિોની સાથે સાથે એક ઈક્વિવેલેન્ટ ઈન્ડસ્ટ્રીના દરવાજા આ રીતે ખૂલી ગયા છે. જ્યાં હજી પ્રેનિટ્રેશન આવ્યું નથી અને તેને કારણે પાઇલટ પ્રોજેક્ટ તરીકે કંપનીને સારા ર્માિજન મળી રહ્યા છે. તે જ રીતે બીજી એક કંપની ઝી મીડિયા પણ આ વિશે વાત કરતાં કહે છે કે, કન્ટેન્ટ સારી હશે તો સબસ્ક્રિપ્શન મેળવવામાં વાંધો નહીં આવે તે આ છેલ્લાં થોડાં મહિનાઓ દરમિયાન લગભગ બધી જ કંપનીઓને સમજાઈ ગયું છે. ઈન્ડસ્ટ્રીના માંધાતાઓ અને જાણકારો સાથે આ બધી વાતચીતને કારણે એટલું તો સમજાઈ ગયું છે કે ફંડ હાઉસિસ અને વિદેશી સંસ્થાગત રોકાણકારો આ ક્ષેત્રે ઊભી થઈ રહેલી તકને સકારાત્મક દૃષ્ટિએ જોઈ રહ્યા છે અને આ સેક્ટરના શેરોમાં હાલના તબક્કે દરેક લેવલે ખરીદી હાથ ધરી રહ્યા છે. આ બધી માહિતીઓ જોતાં એમ કહી શકાય કે ટૂંકાગાળાના રોકાણકારો અને ટ્રેડર્સ માટે હાલ આ સેક્ટરમાં ખરીદી તરફી ધ્યાન રાખી કામ કરવું હિતાવહ સાબિત થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વેકેશન ટાઇમ- મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટર એક્ટિવ appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/vacation-time-media-and-n/
via Best Gujarati News
0 Comments