વરુણ ધવન પોતાના ફેન્સ સાથે હંમેશાં મિત્રતાભર્યું વલણ અપનાવે છે. તે પોતાના શૂટિંગમાં કે પ્રમોશનમાં વ્યસ્ત ન હોય તો ફેન્સ જે સ્થળે તેને મળવા આવે ત્યાં વરુણ તેમની સાથે ફોટા પડાવતો હોય છે, એટલું જ નહીં ફેન્સ સાથે થોડી વાતચીત પણ કરી લે છે. જો કે વરુણનું આ મિત્રતાભર્યું વલણ તેને ભારે પડયું છે. તાજેતરમાં જ વરુણની એક ફીમેલ ફેને તેના ઘરની સામે ધમાલ કરી હતી. વાત એમ બની કે તે ઘણા દિવસથી વરુણને મળવા માટે તેના ઘર આગળ પહોંચી જતી હતી. વરુણ તે સમયે આઉટ ઓફ સિટી હોવાથી તે ફેન તેને મળી નહોતી શકી. જ્યારે વરુણ ઘરે આવ્યો અને પોતાની આગામી ફિલ્મ કલંકના પ્રમોશન માટે જતો હતો ત્યારે જ તેની આ ફેને તેને મળવાની જીદ કરી. વરુણ વ્યસ્ત હોવાથી મળી ન શક્યો. આ કારણે રોષે ભરાયેલી આ છોકરીએ પોતાની જાતને ઇજા પહોંચાડવાની ધમકી આપી હતી. તેમ છતાં કોઇ રિસ્પોન્સ નહીં મળતાં તેણે વરુણની ગર્લફ્રેન્ડ નતાશાને જાનથી મારવાની ધમકીઓ આપવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં વરુણના સિક્યોરિટી ગાર્ડે કોઇ રિસ્પોન્સ નહોતો આપ્યો. પણ બાદમાં આ છોકરીએ સતત નતાશાને મારી નાખવાની ધમકી આપવાનું ચાલુ રાખતાં અંતે તે લોકોએ પોલીસ સ્ટેશન કમ્પ્લેઇન્ટ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વરુણ ધવનની ફેને નતાશાને મારી નાંખવાની આપી ધમકી appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/varun-dhawan-fane-natasha-m/
via Best Gujarati News